Homeગુર્જર નગરીઆજે રાજ્યના આ આઠ જિલ્લામાં વરસાદની ઘાત

આજે રાજ્યના આ આઠ જિલ્લામાં વરસાદની ઘાત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અનેક આઠેક જિલ્લા સાથે દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાત હવામાન અંગેની આગાહી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, દરિયા કિનારે ચોથા અને પાંચમા દિવસે એટલે 15 અને 16 તારીખના સૌરાષ્ટ્ર અને કચ્છના રોજ ડિસકમ્ફર્ટ કન્ડિશન યથાવત રહેશે. જેના પગલે રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે.

આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તથા વડોદરા જિલ્લામાં ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની શક્યતા છે.

બે દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાશે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે. શુક્રવારે અમદાવાદમાં 38.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ભૂજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા હાલ નથી. હીટવેવની પણ આગાહી નથી.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, 18 એપ્રિલ સુધીમાં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. તો દેશના કેટલાક ભાગોમાં 18 તારીખ સુધીમાં મોટો પલટો આવશે. આ પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.

rain aagahi

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments