Team Chabuk-National Desk: હાલમાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકથી થઈ રહેલા મૃત્યુ મામલે કોરોનાની વેક્સિનને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ત્યારે આ અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) પહેલીવાર સ્વીકાર્યું છે કે, તેમની કંપનીએ બનાવેલી કોરોનાની રસી ગંભીર આડઅસર કરી શકે છે. એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે, કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડ અસરોનું કારણ બની શકે છે.
વેક્સિનના કારણે શરીરમાં શું આડઅસર થઈ શકે?
થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમના કારણે, શરીરમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં બ્લડ ક્લોટ થવાને કારણે બ્રેઈન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે. એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ રસીની આડઅસરોના આરોપોને સ્વીકાર્યા હતા. પરંતુ કંપનીએ રસીની તરફેણમાં પોતાની દલીલો રજૂ કરી હતી. તમને જણાવી દઈએ કે કંપની આ રસી વિશ્વભરમાં Covishield અને વૈક્સજેવરિયા નામથી વેચે છે.
આ વ્યક્તિએ કેસ દાખલ કર્યો હતો
મહત્વનું છે કે, એસ્ટ્રાઝેનેકાએ બનાવેલી રસી સામે અનેક પરિવારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકા રસીની આડઅસરને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. કંપનીની કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રસીકરણના સંભવિત જોખમને સ્પષ્ટ કરે છે. જેમી સ્કોટે આ કેસમાં કેસ દાખલ કર્યો હતો. તેણે એપ્રિલ 2021 માં AstraZeneca રસીનો ડોઝ લીધો હતો, ત્યારબાદ તે કાયમી મગજની ઈજાથી પીડાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સાથે મળીને ભારતના પુણેમાં કોવિશિલ્ડ તૈયાર કરી હતી. કોરોના બાદથી દેશભરમાં લોકોના અચાનક મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના રસીને શંકાની નજરે જોવામાં આવી રહી છે. પરંતુ હવે એસ્ટ્રાઝેનેકાની આ કબૂલાત બાદ કોર્ટમાં આગળની કાર્યવાહી શું વળાંક લેશે? તેના પર સૌની નજર મંડરાયેલી છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો