Homeવિશેષબજારમાં આવી રહી છે બજાજની સૌથી હેવી PULSAR 400, પહેલી તસવીર આવી...

બજારમાં આવી રહી છે બજાજની સૌથી હેવી PULSAR 400, પહેલી તસવીર આવી સામે

Team Chabuk-Tech Desk: 3 મેએ બજારમાં તહેલકો મચાવવા આવી રહી છે બજાજની સૌથી હેવી PULSAR 400 ! જેની પહેલી તસવીર સામે આવી ગઈ છે. બજાજ ઓટો આગામી ત્રણ મેએ ઘરેલુ બજારમાં પોતાની સૌથી હેવી PULSAR 400ને લોન્ચ કરવા જઈ રહી છે. જેની તૈયારીઓ થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાય ટિઝર બજાજ કંપની દ્વારા લોન્ચ કરાયા છે. જો કે, હવે પહેલીવાર આ બાઈકનો લૂક સામે આવ્યો છે. નવા ટિઝરમાં બજાજ પલ્સરના આ નવા અવતારને દર્શાવાયો છે અને તેને લગતી કેટલીક જાણકારીઓ પણ આપવામાં આવી છે. સંભાવના એવી છે કે તેને લાલ અને સફેદ રંગોમાં રજૂ કરવામાં આવે.

bajaj pulsar 400

નવી પલ્સરમાં એલઈડી પ્રોજેક્ટ હેડલેંપ, કોમ્પેક્ટ વાઈઝર, સ્કલ્પટેડ ફ્યૂલ ટેંક, એન્જિન કાઉલ, સ્પોર્ટી ગ્રાફિક્સ, કોમ્પેક્ટ એક્ઝાસ્ટ (સાઈલેન્સર) સ્પિલિટ સીટ અને મોટા ટાયર આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રીમેન્ટ કંસોલની પણ આશા સેવાઈ રહી છે. જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીની પણ સુવિધા હશે. યુઝર પોતાના સ્માર્ટ ફોનને બાઈક સાથે કનેક્ટ કરી શકશે.

ડિજિટલ કંસોલમાં ગિયર પોઝિશનિંગ ઈંડિકેટર, રિયલ-ટાઈમ બાઈક માઈલેજ, એવરેજ ફ્યૂલ ઈકોનોમી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, SMS અને મ્યુઝિક કન્ટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવશે.

આ બાઈકમાં કંપની 373 સીસીની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરી શકે છે. જે આપને Dominar 400માં પણ જોવા મળી શકે છે. PULSAR 400ના એન્જિનને કંપની કંઈક અલગ રીતે ટ્યૂન કરી શકે છે. તેમા એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે ટ્રૈક્શન કંટ્રોલ સિસ્ટમ પણ આપી શકે તેવી આશા છે.

PULSAR 400ના આગળના ભાગે ગોલ્ડન રંગનો અપ સાઈડ ડાઉન ફોર્ક અને પાછળના ભાગે Nitrox મોનોશોક સસ્પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત બંને વ્હીલમાં ડુઅલ-ચેનલ ABS આના બ્રેકિંગને વધુ સારી બનાવશે. આમાં 17 ઈંચના વ્હીલ અને ટ્યૂબલેસ ટાયર આપવામાં આવી શકે છે.

જો કે, લોન્ચ પહેલાં કિંમત અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ હાલના Dominarથી નીચે હશે અને 2.10 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરાઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments