Homeગુર્જર નગરીબનાસકાંઠાઃ કાફેમાં પોલીસની રેડ, બે યુવતીઓ ત્રીજા માળેથી કૂદી ગઈ !

બનાસકાંઠાઃ કાફેમાં પોલીસની રેડ, બે યુવતીઓ ત્રીજા માળેથી કૂદી ગઈ !

Team Chabuk-Gujarat Desk: પાલનપુરનાં નવા બસ પોર્ટ નજીક એક બિલ્ડિંગમાં આવેલા કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસને જોતા કાફેમાં અફરા તફરી મચી ગઈ હતી. સાથે જ પોલીસની રેડ પડી હોવાની જાણ થતા જ કાફેમાંથી બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. ત્રીજા માળેથી કૂદકો મારતા બંને યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

મહત્વનું છે કે, પાલનપુર પશ્ચિમ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાલનપુર નવા બસ સ્ટેડન્ડમાં કેટલાક લોકો કાફેની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા ફસ્ટ ડેટ નામનાં કેફેમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને કાફેમાં કપલરૂમ જોવા મળ્યા હતા. રેડ પડ્યાની જાણ કેફેમાં યુવતીને થતા બે યુવતીઓએ પોલીસની બીકથી ત્રીજા માળેથી છલાંગ લગાવતા બંને યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

bk cafe

આ સમગ્ર બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોહિલે જણાવ્યું હતું કે, ફસ્ટ ડેટ નામનાં કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી છે. જે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન બે છોકરીઓ પોલીસને જોઈ બીકનાં માર્યા બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. જેથી બંને છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. આ કેસમાં કાફે માલિકની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments