Team Chabuk-Political Desk: કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) સામે આદર્શ આચારસંહિતા તથા સંસદીય પ્રણાલીઓના ભંગ બદલ ફરિયાદ નોંધવા ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ માંગ કરી છે કે શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કર્યો છે તેથી તેમની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. આ અંગે ડો. મનીષ દોશીએ ભારતીય ચૂંટણી પંચને વીડિયો પુરાવા સાથે ફરિયાદ કરી છે.
હાલ ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી’
વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો છે. તે જ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો છે. જે ગંભીર બાબત છે.
આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના સહ પ્રવકતા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતનું ચૂંટણીપંચ નિષ્પક્ષ કરાવવા માટે જાણીતું છે. આ અંગેનું જાજમેંટ ભારતનું ચૂંટણીપંચ આપશે. અધ્યક્ષ તમામના હોય છે કોઈ એક પક્ષના હોતા નથી. ચૂંટણીપંચનો ચુકાદો સૌને માન્ય રહેશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા