Monday, September 26, 2022
Home તાપણું દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ, ક્રોસ વોટિંગ...

દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ, ક્રોસ વોટિંગ મુદ્દે ભાજપે કર્યો મોટો દાવો

Team Chabuk-National Desk: NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ દેશનાં 15માં રાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે જ દેશને પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળી ગયા છે. વડાપ્રધાન મોદી દ્રૌપદી મુર્મૂને મળવા પહોંચ્યા હતા.  PM મોદીએ દ્રૌપદી મુર્મુને અભિનંદન આપતા કહ્યું- ભારતે ઈતિહાસ લખ્યો છે. જ્યારે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, પૂર્વી ભારતના દૂરના ગામમાં જન્મેલા એક આદિવાસી સમુદાયની દીકરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. દ્રૌપદી મુર્મુને અભિનંદન.

UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ પણ હાર માની લીધી છે. તેમને મુર્મુને અભિનંદન આપતા કહ્યું- દ્રૌપદી મુર્મુને તેમની જીત પર અભિનંદન આપ્યાં છે. દેશને આશા છે કે ગણતંત્રના 15માં રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોઈ ભય કે પક્ષપાત વગર બંધારણના સંરક્ષકના રૂપમાં કાર્ય કરશે.

ભાજપે દાવો કર્યો છે કે, આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તર્ક આપ્યો છે કે, ભાજપને દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં 523 સાંસદોના મતની આશા હતી જો કે,  તેમને 540 મત મળ્યા. એટલે કે, 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું. આ જ રીતે 104 ધારાસભ્યોએ પણ યસવંત સિન્હાની જગ્યાએ દ્રૌપદી મુર્મૂને પોતાની પહેલી પસંદ માન્યા છે. એવો પણ દાવો છે કે, ગુજરાતમાંથી 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે જેમાંથી 7 ધારાસભ્યો કોંગ્રેસના છે.

ગુરુવારે સવારે 11 વાગ્યે કાઉન્ટિંગ શરૂ થયું જેમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ UPAના ઉમેદવાર યશવંત સિન્હાને ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ હરાવી દીધા.મુર્મુને જીત માટે જરૂરી 5 લાખ 43 હજાર 261 વોટ ત્રીજા રાઉન્ડમાં જ મળી ગયા. થર્ડ રાઉન્ડમાં જ મુર્મુને 5 લાખ 77 હજાર 777 વોટ મળ્યાં. તો યશવંત સિન્હાને 2 લાખ 61 હજાર 62 વોટ મળ્યાં. જેમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત 20 રાજ્યોના વોટ સામેલ છે.

મુર્મુને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શુભેચ્છા આપી. તેમને કહ્યું- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રભાવી જીત મેળવવા બદલ દ્રૌપદી મુર્મુને અભિનંદન. તેઓ ગામ, ગરીબ, વંચિતોની સાથે સાથે ઝુંપડીમાં પણ લોક કલ્યાણ માટે સક્રિય રહ્યાં છે. આજે તેઓ તેમની વચ્ચેથી નીકળીને સર્વોચ્ચ બંધારણના પદ સુધી પહોંચ્યા છે. આ ભારતીય લોકતંત્રની તાકાત છે.

રાજ્યસભાના સેક્રેટરી જનરલ પીસી મોદીએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યે સાંસદોની મત ગણતરી પૂરી થઈ છે. તેમાં દ્રોપદી મુર્મુને 540 મત મળ્યાં. જેનું મૂલ્ય 3 લાખ 78 હજાર છે. યશંવત સિન્હાને 208 સાંસદોના મત મળ્યા છે. જેનું મૂલ્ય 1 લાખ 45 હજાર 600 છે. સાંસદોના કુલ 15 વોટ રદ થયા છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Ahmedabad: ઘરેથી શાક લેવાનું કહીને નરોડા કાંકરિયા લેકમાં પરિણીતાએ બાળકી સાથે લગાવી મોતની છલાંગ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....

IND VS AUS: 9 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીતી

Team Chabuk-sports Desk: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતુ. આ સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-1થી જીતી લીધી હતી. ભારતે...

ગોધરામાં સરકારી નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ, જાણો પોલીસને આરોપી પાસેથી શું મળ્યું ?

Team Chabuk-Gujarat Desk: સરકારી નકલી દસ્તાવેજો બનાવવાના કૌભાંડ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે હવે ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે....

Gujarat: સરકારી કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ HRA મળશે, એરિયર્સ નહી મળે, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો સાથે 16મી સપ્ટેમ્બરે બેઠક યોજીને 15 પડતર પ્રશ્નો...

Recent Comments