Team Chabuk-Sports Desk: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ પર લખનૌ સુપરજાયન્ટ્સની જીતે પ્લેઓફના સમીકરણને મોટાભાગે સ્પષ્ટ કરી દીધું છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. લખનૌ સુપરજાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફની નજીક પહોંચી ગઈ છે. કેએલ રાહુલની ટીમ એલએસજીએ મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું.
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ છે. પંજાબ કિંગ્સ માટે આ કરો યા મરોની મેચ છે.
IPL 2024માં અત્યાર સુધીમાં 48 મેચ રમાઈ છે. જેમાં રાજસ્થાન રોયલ્સે સૌથી વધુ 8 મેચ જીતી છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સૌથી ઓછી મેચ જીતી છે.
આઈપીએલનો ઈતિહાસ બતાવે છે કે, છેલ્લા બે વર્ષમાં માત્ર એક જ ટીમ એવી હતી જે 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી. બાકીની ત્રણ ટીમોના 16થી વધુ પોઈન્ટ હતા.
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો 16 પોઈન્ટ સુધી પહોંચી શકતી નથી. જો બંને તેમની બાકીની ચાર મેચ જીતી જાય તો પણ તેમની પાસે વધુમાં વધુ 14 પોઈન્ટ હશે. તે સ્પષ્ટ છે કે, આ બંને ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
IPL 2024ની દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ આ ત્રણેવ ટીમોનું ભાવિ – પ્લેઓફની આશા હવે તેમની જીત તેમજ અન્ય ટીમોની હાર પર નક્કી થશે. જો આ ત્રણેય ટીમો તેમની તમામ મેચ જીતી જાય તો પણ તેઓ મહત્તમ 16 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. એટલે કે, આ ત્રણેયની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા અકબંધ છે.પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે પોઈન્ટ ટેબલની ટોપ-5 ટીમોમાંથી ઓછામાં ઓછી બે કે ત્રણ તેમની મોટાભાગની મેચો હારી જાય.
IPL 2024ના પ્લેઓફ માટે હવે માત્ર 5 ટીમો વચ્ચે જ જોવા મળી રહ્યું છે. આ ટીમો પોઈન્ટ ટેબલમાં પ્રથમ પાંચ સ્થાન પર છે. જો રાજસ્થાન રોયલ્સ તેની બાકીની 5 મેચમાંથી એક પણ જીતે તો તેના 18 પોઈન્ટ થઈ જશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સના 12-12 પોઈન્ટ છે. જો આ બંને ટીમો તેમની બાકીની 5માંથી 3 મેચ જીતી લે તો તેઓ સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના હાલમાં 9-9 મેચમાં 10-10 પોઈન્ટ છે. એટલે કે, પ્લેઓફની ચોથી ટીમ માટે આ બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા