Team Chabuk-Gujarat Desk: અમદાવાદથી સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શને હવે માત્ર 40 મિનિટમાં જ પહોંચી શકાશે. આગામી સમયમાં અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી દરરોજની હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ હેલિકોપ્ટર રાઈડની જાહેરાત કરી છે. આ કાર્ય પર આખરી ઓપ પણ આપી દીધો છે. એક શક્યતા એવી છે કે, આગામી મે મહિનાથી જ આ સેવા શરૂ થઈ શકે છે.

યાત્રા ધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવાયા છે. જ્યાં હેલિકોપ્ટર ઉતરી શકશે.
પ્રાથમિક માહિતી મુજબ બેઝડ એરોટ્રાન્સ કંપની દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરાશે. જેનું આશરે 30 હજાર જેટલું ભાડું હશે અને 6 લોકો માટે બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. એટલે કે, એક વ્યક્તિ 5 હજાર રૂપિયામાં માત્ર 40 મિનિટમાં જ સાળંગપુર પહોંચી શકશે.
માત્ર સાળંગપુર જ નહીં પરંતુ યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા આગામી દિવસોમાં અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિતના યાત્રા ધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર