Team Chabuk-Gujarat Desk: અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈક્રાઈમ બ્રાન્ચ અને ભુજ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમબ્રાંચે બંને આરોપીઓને ભુજમાંથી માતાના મઢ પાસેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીની ઓળખ વિકી ગુપ્તા અને સુરજ પાલ તરીકે કરવામાં આવી છે. બંને આરોપીઓને ગુજરાતથી ઝડપી મુંબઈ લઈ જવાયા છે.
નોંધનીય છે કે, મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આ જ બંને આરોપીઓ હતા. આ આરોપીઓ સીસીટીવીમાં બાઈક પર હેલમેટ પહેરી દેખાયા હતા. બંનેએ ઘટનાને અંજામ આપવા માટે જૂની બાઈક રાયગઢથી ખરીદી હતી. મળતી માહિતી મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મંગળવારે સવારે બંને આરોપીઓને લઈને રવાના થઇ છે. બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે.
મહત્વનું છે કે, રવિવારે અભિનેતા સલમાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ફાયરિંગ કર્યુ હતુ. આ પછી તેઓ ભાગી ગયા હતા. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ પણ સામે આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં લગભગ એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા. આ વિસ્તારમાં સલમાનનું ફાર્મહાઉસ છે. દિવસ દરમિયાન, પોલીસે ઘટના સંદર્ભે નવી મુંબઈના ત્રણ લોકોની પૂછપરછ કરી હતી, જેમાં ઘરના માલિક, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટુ-વ્હીલરના અગાઉના માલિક, વેચાણની સુવિધા આપનાર એજન્ટ અને તપાસના ભાગરૂપે અન્ય ઘણા લોકો સામેલ હતા.
આ આરોપીઓએ ઘટનાને અંજામ આપતા પહેલા રાયગઢથી જૂની બાઈક ખરીદી હતી. તે બાઈક લઈ તેઓ મુંબઈ આવ્યા અને ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી બહાર જવાની પ્લાનિંગ પહેલાથી જ હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ. હવે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ