Homeગુર્જર નગરીસુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનો દરવાજો જ ન ખુલ્યો, મુસાફરો...

સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનો દરવાજો જ ન ખુલ્યો, મુસાફરો 1 કલાક રઝળ્યા

Team Chabuk-Gujarat Desk: વંદે ભારત ટ્રેનમાં (vande bharat train) જેટલી સુવિધાઓ છે તેટલી જ દુવિધાઓ પણ છે. જેનું તાજું ઉદાહરણ આજે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળ્યું. ઝડપી અને સુવિધાયુક્ત વંદે ભારત ટ્રેનના સરકારના દાવા વચ્ચે વંદે ભારત ટ્રેન અનેક મુશ્કેલીઓમાંથી પણ પસાર થઈ રહી છે. ગત વર્ષે શરૂ થયેલી વંદે ભારત ટ્રેન અત્યાર સુધી અનેક વિવાદોમાં આવી ચુકી છે. કોઈ વખત અકસ્માત તો કોઈ વખત ટેક્નિકલ ખામીના કારણે મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલતા મુસાફરોને 1 કલાક અંદર બેસી રહેવું પડ્યું હતું.

vande bharat

મળતી વિગતો પ્રમાણે આજે અમદાવાદથી વંદે ભારત ટ્રેન મુંબઇ તરફ જઈ રહી હતી. આ ટ્રેન સુરત રેલવે સ્ટેશને પહોંચી હતી. કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતરવાના હતા તો કેટલાક ટ્રેનમાં બેસવાના હતા. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલ્યા. દરવાજા ન ખુલતા 1 કલાક સુધી ટ્રેન અટવાઇ હતી. ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા દરવાજા ખુલ્યા જ નહીં. અંતે ટ્રેન સ્ટાફને મેન્યુઅલી દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ટ્રેનના સી 14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રેન મુંબઈ તરફ આગળ વધી હતી.

મહત્વનું છે કે, જ્યારથી વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડતી થઈ છે ત્યારથી અનેક અકસ્માતો પણ સર્જાયા છે. અવાર નવાર રખડતાં પશુઓ સાથે ટ્રેન અથડાઈ છે. થોડા દિવસ પહેલા પત્નીને વંદે ભારત ટ્રેનમાં મૂકવા આવેલા પતિ પણ દરવાજો બંદ થઈ જતાં ટ્રેનમાં ફસાવાનો વારો આવ્યો હતો. આમ અવાર નવાર અકસ્માતો અને ખામીઓના કારણે વંદે ભારત ટ્રેન ચર્ચામાં આવી છે અને લોકો ટ્રેનની સુવિધા અને ટેક્નિકલ પાસાઓ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments