Team Chabuk-Gujarat Desk: સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપેલા 50 લાખના દારૂના કેસમાં ભચાઉ PI અને PSI પર તવાઈ બોલી છે. પૂર્વ કચ્છ SP એસપીએ ભચાઉ PI ઝેડ.એન.ધાસુરા અને PSI કે.એન.સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, 13-14 ફેબ્રુઆરીએ રાત્રેે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંંગ સેલે ભચાઉ GIDCમાં દરોડા પાડ્યા હતા. જેમાં અડધા કરોડ જેટલી રકમનો દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા હતા. સવાલ ઉઠ્યા હતા કે જો સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી શકે તો સ્થાનિક પોલીસને કેમ નહીં ? શું સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દારૂની હાટડી ચાલી રહી હતી ? જો કે, હાલ તો આવા અનેક સવાલ ઉઠતાં PI અને PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. આગળ જો તટસ્થ તપાસ થાય તો વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર અશોકસિંહ જાડેેજા ઉર્ફે મામએ મગાવ્યો હતો. દાવો છે કે, અશોકસિંંહ જાડેજાના કારણે ત્રીજીવાર ઈન્સ્પેક્ટર સહિતના કર્મચારીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.
રાજકોટમાં લગ્નપ્રસંગમાં થઈ હતી દારૂની રેલમછેલ
ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે. રાજ્યના દરેક શહેરોમાં ખૂબ જ સરળતાથી દારુ મળી આવે છે. ત્યારે રાજકોટમાં દારુબંધીના ધજાગરા ઉડ્યા છે. અહીં લગ્ન પ્રસંગમાં દારુની બોટલ લઈને લોકો ડાન્સ કરતા હોય તેવી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા રાજકોટ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. પીલે પીલે ઓ મેરે રાજા ગીત પર દારૂની બોટલ સાથે જાનૈયાઓ ઝૂમતા નજરે પડ્યા હતા. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલમાં આ વીડિયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા છે. પીલે પીલે ઓ મેરે રાજા ગીતની કડી પર પણ લોકો દારૂની બોટલ સાથે નાચ-ગાન કરી રહ્યા છે. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ હાલમાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે.
તાજેતાજો ઘાણવો