Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે ભારતના મહાન વિદ્વાન, બંધારણના શિલ્પી, ભારતરત્ન અને સમાજ સુધારક ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમજ ઉત્કર્ષ મંડળ લોધીકાના મહામંત્રી સ્વ. પુનિતભાઈ બગડાની પવિત્ર યાદમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કણકોટ સ્થિત બૌદ્ધવિહાર ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ બૌદ્ધવિહારના મંત્રી જીતેન્દ્રભાઈ મહીડા દ્વારા ત્રિશરણ પંચશીલનું સંઘગાન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર તમામ લોકોએ વ્યસનમુક્ત અને સદાચારી જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દરમિયાન બૌદ્ધવિહારના પ્રમુખ મોહનભાઈ રાખૈયા તેમજ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ હર્ષદભાઈ પારઘી દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા, જેમાં તેમણે ડૉ. આંબેડકરજીના વિચારોને જીવનમાં ઉતારવાની અને સમાજ સેવા માટે સદૈવ તત્પર રહેવાની પ્રેરણા આપી હતી.

આ મહારક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને કુલ 32 બોટલ જેટલું રક્ત એકત્રિત થયું હતું. આ કેમ્પ લાઈફબ્લડ બેંકના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે ભૂતપૂર્વ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી માધવજીભાઈ બગડા તરફથી દીવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્કર્ષ મંડળના મહામંત્રી ભરત ભાઈ મહિડા તેમજ તમામ ઉત્કર્ષ મંડળના ભાઈઓ તથા બહેનો, બૌદ્ધવિહારના ટ્રસ્ટીઓ, કર્યાકર્તાઓ તેમજ સ્થાનિક આગેવાનોનો સહકાર સરાહનીય રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત