Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ

Team Chabuk-Gujarat Desk: હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને સંભવિત વરસાદને ધ્યાને રાખીને ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે ઉચિત તકેદારીના પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો જોઈએ. આ ઉપરાંત, વરસાદનું પાણી પાકના ઢગલાની નીચે ન જાય તે માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જરૂરી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા જણાવાયું છે.

Surendranagar

માર્કેટિંગ યાર્ડ (APMC) માં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેતપેદાશોને સુરક્ષિત રાખવા માટે પણ વેપારીઓ અને ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવું અથવા લાવેલ જથ્થાને શેડ નીચે કે તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો. ખેતી વિષયક વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments