Homeગુર્જર નગરીકોરોનાથી બચવા મલ્ટી વિટામીન ટેબ્લેટ લેતા હોય તો આ વાત જાણી લેજો

કોરોનાથી બચવા મલ્ટી વિટામીન ટેબ્લેટ લેતા હોય તો આ વાત જાણી લેજો

Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન લોકો મોટી માત્રામાં વિટામીન D-3, કેલ્શિયમ, જિંક અને મલ્ટી વિટામિન લઈ રહ્યા છે, પણ તેના વધુ પડતા ડોઝ વ્યક્તિ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

દવાનો કેટલો કોર્સ કરવો જોઈએ ?

નિષ્ણાતોના મતે કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવા સમયે ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે વિટામિન C, D અને મલ્ટી વિટામીનના કોર્સ માત્ર એક મહિના સુધી જ કરી શકાય છે. સાથે જ નિષ્ણાતોએ કહ્યું છે કે, ઝિંકનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

નિષ્ણાતોનું માનીએ તો મલ્ટી વિટામીનના ડોઝ એક મહિનાથી વધુ ન લેવા જોઈએ. તેનાથી શરીરના વિવિધ અંગો પર અસર જોવા મળે છે. કોરોનાથી બચવા કેટલાક લોકો દવાનું સેવન નથી કરવા માગતા અને ઈમ્યુનિટી વધારવાના ચક્કરમાં ચ્યવનપ્રાશ ખાઈ રહ્યા છે. જો કે, વધુ પડતા ચ્યવનપ્રાશથી શરીરમાં સુગર અને હાર્ટની બીમારી થવાની શક્યતા છે.

ક્યારે કઈ દવા લઈ શકાય?

શરદી થવા પર ઉકાળો દિવસમાં માત્ર એક વાર લઈ શકાય છે. ઝિંક વધુમાં વધુ 15 દિવસ લઈ શકાય. વિટામીન D-3 60Kનો 1-1 ડોઝ મહિનામાં 4 વાર લઈ શકાય છે. બાદમાં મહિનામાં એક વાર એ પણ ડોક્ટરની સલાહ મુજબ ડોઝ લેવાની નિષ્ણાતોએ સલાહ આપી છે. કેલ્શિયમ ડોક્ટરની સલાહ મુજબ મહિના સુધી લઈ શકાય. કોરોના વાયરસ સામે વિટામિન સી લેવાની લોકો સલાહ આપી રહ્યા છે અને આડેધડ વિટામીન સીની ટેબ્લેટ ખાઈ રહ્યા છે. જો કે, એક મહિનાથી વધુ વિટામીન સી લેવી શરીર માટે હાનિકારક છે. વિટામીન C એક મહિના સુધી જ લઈ શકાય છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments