Team Chabuk-Gujarat Desk: શ્રાવણ માસમાં દુકાળિયા થઈ ગયા હોય તોપણ ઉધાર લઈને જુગાર રમવાનો અનેરો મહિમા છે. જુગાર રમતા શકુનીઓની પોલીસ ધરપકડ કરી શ્રાવણ મહિનો બગાડી નાખતી હોય છે અને રંગમાં ભંગ પાડતી હોય છે. જેમાં કેટલાક નામચીન તો કેટલાક આકંઠ જુગારી બનવાની ઘેલછા રાખતા જુવાનિયાઓ પકડાય છે. જામનગરમાં પણ જુગાર રમતા 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધમધમતા જુગારધામમાંથી પોલીસે 1.95 લાખની મતા કબજે કરી હતી.
જામનગરની પોલીસે શહેરના લાલવાડી આસવાસની પાછળ તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક લાખ ચાર હજ્જાર ને બસ્સો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો કાદરી ચોક પાસે વરલીનાં આંકડા લઈ રહેલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ત્રીજો દરોડો ગોકુલનગર બ્રાહ્મણ સમાજની વાડી આગળ પાડવામાં આવ્યો હતો. જ્યાં તીનપતીનો જુગાર રમતી દસ મહિલાઓ અને એક પુરુષની રૂપિયા 12,350 રોકડ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ચોથો દરોડો જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ ઘરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં બે લોકો ફરાર થઈ ગયા હતા તો અન્ય શકુનીઓની અટકાયત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સિવાય જામનગરમાં જ પાંચમો દરોડો ધ્રોલના પટેલ પાર્ક બાવળ જવાના રસ્તે પાડ્યો હતો. તો છઠ્ઠો દરોડો જામનગર તાલુકાના ધુંવાવ ગામે મસ્જિદની બાજુમાં જાહેરમાં તીનપતી રમનારાઓને પકડી પાડવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત