Team Chabuk-Gujarat Desk: ભારતના સૌથી મોટા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧માં જોડાઇને સ્વચ્છતા માટે આગ્રહ રાખી સહયોગ આપી રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય અદા કરીએ. વડોદરા જિલ્લામાં સ્વચ્છતા જાળવવાના પગલાઓ હાથ ધરી જિલ્લાને સ્વચ્છતા માટે પ્રથમ ક્રમાંક અપાવીએ. ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ભારત સરકાર દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી મારફતે વડોદરા જિલ્લાના તમામ ગામોમાં આગામી તા.૨૫ ઓક્ટોબર થી તા.૨૩ ડિસેમ્બર સુધી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ નો પ્રારંભ કરવામાં આવશે.
આ સર્વેમાં ભારત સરકાર દ્વારા નિયુક્ત એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી નિયત ગુણાંકોના આધારે સ્વચ્છતાના સ્તરનું કુલ ૧,૦૦૦ ગુણમાથી મૂલ્યાંકન કરાશે અને સ્વચ્છતા અંગે સર્વેક્ષણ કરવામાં આવશે. નાગરિકો ઓનલાઇન મોબાઇલ એપના માધ્યમથી પણ પોતાના પ્રતિભાવો આપી શકે છે. જેમાં સર્વિસ લેવલ પ્રગતિના ૩૫૦ ગુણ, પ્રત્યક્ષ નિરીક્ષણના ૩૦૦ ગુણ અને નાગરિકોના પ્રતિભાવોના ૩૫૦ ગુણ (મોબાઇલ એપ) જેમાં સ્વચ્છતા અંગેના નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં લેવામાં આવશે. મહત્વનું છે કે, વર્ષ-૨૦૨૧ના સર્વેક્ષણનો રાષ્ટ્રીય કક્ષાએ તા.૯ સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
નાગરિકોએ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રતિભાવ આપવા માટે ગુગલ પ્લેસ્ટોરમાથી SSG 2021 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ વેબસાઇટ પરથી ઓનલાઇન પ્રતિભાવો આપી શકશે. જિલ્લાના ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જેમાં શૌચાલયની ઉપલબ્ધતા, શૌચાલયનો ઉપયોગ, વેરાયેલા કચરાની સ્થિતિ, બંધિયાર સ્થિર પાણી (પાણી ભરાયેલા ખાબોચિયાની સ્થિતિ) અને નાગરિકોનો રૂબરૂ અને ઓનલાઇન પ્રતિભાવનો સમાવેશ થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧માં વડોદરા જિલ્લાને પ્રથમ ક્રમાંક અપાવવા મોબાઈલ એપ મારફતે આપનો અમૂલ્ય ફીડબેક આપવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે. વધુ માહિતી અને વિગતો માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, શ્રીપાદનગર સોસાયટી, કારેલીબાગ, વીઆઇપી રોડ, વડોદરા (૦૨૬૫) ૨૪૮૭૪૩૨ સંપર્ક કરવો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત