Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક 10 વર્ષની બાળકીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. આરોપ છે કે, ક્રાઈમના કિસ્સાઓ પ્રકાશિત કરતી ટીવી સિરિયલને કારણે બાળકીએ આત્મહત્યા કરી લીધી છે. જો આરોપ સાચો છે તો તમામ માતા-પિતાએ ચેતી જવાની જરૂર છે.
ઘટના રાજકોટ શહેરના રામનાથપરાની છે. અહીં રહેતી અને ધો. 5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો લગાવી અંતિમ પગલું ભરી લીધુ હતું. આ અંગે તેની પિતરાઇ બહેને કહ્યું હતું કે, “બહેન ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરિયલ જોતી હતી, આથી એમાંથી આપઘાત કરવાનું શીખી હશે”. જો કે, બાળકીએ શા માટે આત્મહત્યા કરી લીધી તે જાણી શકાયું નથી. બીજી તરફ બાળકીનો પરિવાર બાળકીના આપઘાતથી શોકમગ્ન છે.
બાળકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ ધાર્મિક પ્રસંગમાં જમવા ગયાં એ સમયે બંને પિતરાઈ બહેનો ઘરે એકલી હતી. મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઉપરના રૂમમાં એકલી હતી તે દરમિયાન તેણે હૂકમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યાની ત્યારે જાણ થઈ જ્યારે માતા-પિતા પ્રસંગમાંથી પરત ફર્યા. બપોરે પરિવારના સભ્યોએ પરત આવી દરવાજો ખખડાવ્યો પરંતુ બાળકીએ દરવાજો ખોલતાં બારીમાંથી જોયું હતું. બારીમાંથી જોયેલા દ્રશ્યોએ પરિવારને હચમચાવી નાખ્યો. ઘરમાં પુત્રી દુપટ્ટા સાથે લટકતી હતી. આ દ્રશ્યો જોઈને પરિવારના સભ્યોએ તાત્કાલિક દરવાજો તોડી નાખ્યો હતો અને બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું.
આ સમગ્ર મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે બાળકી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. તેના પિતા કડિયાકામની મજૂરી કરે છે. ગઇકાલે સવારે પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં નૈવેદ્ય પ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. ત્યારે બાળકીએ સાથે આવવાની ના પાડી હતી. તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરિવારના સભ્યો જતા રહ્યા બાદ પાછળથી તેણે રૂમમાં હૂકમાં દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
