Homeગુર્જર નગરીકાલથી માત્ર મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ, વાંચો રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન

કાલથી માત્ર મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ, વાંચો રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં જ આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્યમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસ અને એક્ટિવ કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે રાજ્ય સરકારે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલી બનાવ્યું છે. એટલે કે મહાનગરો સિવાયના અન્ય નગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હાલ હટાવી લેવાયો છે.

આ 8 મહાનગરમાં નાઇટ કર્ફ્યૂ

હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર, જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

વેપાર ધંધા 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે. હોટલ-રેસ્ટોરન્ટ્સ: બેઠક ક્ષમતાના 75% સુધી 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.

રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરીમાં બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.

લગ્નમાં 300 લોકોને છૂટ

લગ્ન પ્રસંગો માટે નિયંત્રણોની વાત કરીએ તો ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં લગ્ન યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.

સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગની સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે. તેમજ ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકાની સાથે ખુલ્લા રાખી શકાશે. સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments