Team Chabuk-Gujarat Desk: આજ રોજ ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી બે દિવસીય હડતાળના પ્રથમ દિવસે સુરતમાં બેંકના કર્મચારી, આવકવેરા વિભાગના કર્મચારી, વીમા કંપનીના કર્મચારી અને પોસ્ટ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. જેના લીધે આશરે 1 હજાર કરોડ રૂપિયાનો વ્યાપાર ઠપ્પ થઆઈ ગયો હતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ, સહીત ૧૦ ટ્રેડ યુનિયનો પડતર માંગ અને કેન્દ્ર સરકારની સરકારી એકમોને પ્રાઇવેટાઈઝેશન કરવાની નીતિના વિરોધમાં તારીખ ૨૮-૨૯ માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી છે. જેના પ્રથમ દિવસે વિવિધ ટ્રેડ યુનિનયનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.
સરકારની નીતિઓના વિરોધમાં સુરતમાં પણ વિવિધ ટ્રેડ યુનિયનોના કર્મીઓ સોમવાર અને મંગળવાર બે દિવસ કામથી દૂર રહેશે. ટ્રેડ યુનિયન કાઉન્સિલની આ હડતાળના દેશભરમાંથી અનેક શ્રમિક સંગઠનનોનો પણ સહકાર મળી રહ્યો છે. જેના કારણે દેશભરમાં હડતાળ જોવા મળી રહી છે. સુરતની અલગ અલગ રાષ્ટ્રીયકૃત બેંકના લગભગ 4 હજાર કર્મચારીઓ સવારથી જ હડતાળમાં જોડાયા હતા. આ હડતાળ આવતીકાલે મંગળવારે પણ ચાલુ રહેશે. બે દિવસીય હડતાળના કારણે અંદાજે સુરતમાં પ્રતિદિવસ 700 કરોડ રૂપિયાના ચેક ક્લિયરિંગનું કામ આવતું હોય છે પરંતુ હડતાળના કારણે સોમવારે 500 કરોડના ચેક ક્લિયરિંગનું કામ બંધ રહ્યું હતું.
તો આ તરફ સુરત શહેરમાં પોસ્ટ વિભાગ દ્વારા પણ હડતાળ કરવામાં આવી છે જેના કારણે લગભગ 1 હજાર પોસ્ટ વિભાગના કર્મચારીઓ આજે કામથી દૂર રહ્યા હતા. આ તરફ આવક વેરા વિભાગના પણ 400 કર્મચારીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
હડતાળની મુખ્ય માગમાં જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવી, ખાનગીકરણનો અને ફ્રેન્ચાઇઝી આઉટલેટસ બંધ કરવા, ડાક મિત્ર યોજના પાછી ખેંચવી સહિતના પ્રશ્નો સમાયેલા છે. આ બધા પ્રશ્નોની સરકારને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ હકારાતમ્ક પ્રતિસાદ નહિ મળતા ક્રમચારીઓએ હડતાળ પાડવાની ફરજ પડી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
