Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં નકલી ચલણી નોટ સાથે ચાર શખ્સો ઝડપાયા, બે મહિનાથી ચાલતું હતું...

સુરેન્દ્રનગરમાં નકલી ચલણી નોટ સાથે ચાર શખ્સો ઝડપાયા, બે મહિનાથી ચાલતું હતું નકલી નોટ વટાવવાનું ષડયંત્ર

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર શહેરમાંથી નકલી ચલણી નોટ વટાવવાના ષડયંત્રનો સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ની ટીમે પર્દાફાશ કર્યો છે. છેલ્લા દોઢ-બે મહિનાથી નકલી ચલણી નોટ વટાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. જે મામલે એસ.ઓ.જી.એ સુરેન્દ્રનગર શહેરની બહુચર હોટલ પાસેથી ત્રણ અને બાયપાસ રોડ પરથી એક શખ્સને રૂપિયા 50, 200 અને 100ના દરની કુલ 135 નકલી નોટ સાથે ઝડપી લઈ સુરેન્દ્રનગર તથા જોરાવરનગર પોલીસમાં ગુના દાખલ કરાવી ચારેય શખ્સોની આકરી પૂછપરછ હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, દુધરેજ રોડ ઉપર આવેલી બહુચર હોટલ પાસે કેટલાક શખ્સો નકલી નોટ વટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આથી એસ.ઓ.જી પી.આઈ વી.વી. ત્રિવેદીએ સ્ટાફ સાથે વોચ ગોઠવીને બહુચર હોટલ નજીક શકિત ટ્રેડર્સના ગોડાઉન પાસે રોડ ઉપરથી શ્યામ અશોકભાઈ ઝાલા નામના શખ્સને રૂપિયા 200ના દરની બે નકલી નોટ સાથે તેમજ ધર્મેશ કરસનભાઈ મકવાણા નામના શખ્સને રૂપિયા 200ના દરની ચાર નકલી નોટ સાથે ઝડપી લીધો હતો અને પુછપરછ કરતા તેમને આ બનાવટી નોટો આપનાર પિયુષ રમણલાલ શાહનું આપ્યું હતુ જેથી પોલીસે પિયુષને પણ રૂપિયા 200ની ત્રણ નકલી નોટ સાથે ઝડપી લીધો હતો. દરમિયાન પોલીસે આ ત્રણેય પાસેથી નકલી નોટ ઉપરાંત મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 27,850નો મુદામાલ કબજે કરી કૌભાંડમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે.

ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં તેમને નકલી નોટ આપનાર શખ્સ પ્રદીપભાઈ ઉર્ફે ટીના મહારાજ શાંતિદાસ દુધરેજીયાનુ નામ ખુલતા પોલીસે નાકાબંધી કરી બાતમીના આધારે બાયપાસ રોડ ઉપર સિધ્ધનાથ રેસિડેન્સીના બોર્ડ પાસે અલ્ટો કારમાંથી નકલી નોટ સગેવગે કરવાની કોશિષ કરતા પ્રદીપ ઉર્ફે ટીના મહારાજને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂપિયા 50ના દરની 36, રૂપિયા 200ના દરની 60 તથા રૂપિયા 100ના દરની 30 મળીને કુલ 126 નકલી નોટ કબજે કરી હતી. તે ઉપરાંત અલ્ટો કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 1,10,060નો મુદામાલ કબજે કરીને પ્રદીપ ઉર્ફે ટીના મહારાજ સામે જોરાવરનગર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રદીપ ઉર્ફે ટીના પાસે આ નકલી નોટ કયાંથી આવી ? તે અંગે આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં નકલી નોટ પકડાવાના પ્રકરણમાં ડી.વાય.એસ.પી એચ.પી.દોશીએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા ચાર શખ્સો પાસેથી કોઈ મશીનરી મળી આવી નથી તેથી આ નકલી નોટો તેમને અન્ય લોકો પાસેથી મળી હોવાની સંભાવના છે. પોલીસ આ બનાવમાં ઉંડી તપાસ કરી રહી છે. બજારમાં નકલી ચલણી નોટો ઘુસાડવાના નેટર્વર્કનો પોલીસ તંત્ર પર્દાફાશ કરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments