Homeગુર્જર નગરીરાજકોટ: ખાનગી શાળાનું પેપર ફૂટ્યું, સોશિયલ મીડિયામાં ધોરણ 11નું પેપર વાયરલ થતા...

રાજકોટ: ખાનગી શાળાનું પેપર ફૂટ્યું, સોશિયલ મીડિયામાં ધોરણ 11નું પેપર વાયરલ થતા હડકંપ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં નવા વર્ષની શરૂઆત પેપર ફૂટવા સાથે થઈ છે. રાજકોટની ખાનગી શાળાનું પેપર ફૂટ્યું છે. રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધો.11નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ધો.11ના બી.એ.નું પેપર સોશિયલ મીડિયામાં કઈ રીતે ફરતું થયું તે મોટો સવાલ છે. 3 અને 4 જાન્યુઆરીના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા પેપર વાયરલ કરવામાં આવતા સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.

vinayak

રાજ્યમાં ગત વર્ષે અનેક પરીક્ષાના પેપર ફૂટ્યા હતા. મે, 2022માં રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફૂટ્યા હોવાના ખુદ પરીક્ષાર્થીઓએ જ આરોપ લગાવ્યા હતા. 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું એટલે કે પરીક્ષાર્થીઓને પેપર આપ્યા આગાઉ આ પેપરનના સીલ તોડવામાં આવ્યાં હતા. એક પરીક્ષાર્થીએ નિવેદન આપતા કહ્યું હતું કે પરીક્ષાખંડમાં જયારે પેપર આવ્યાં ત્યારે પપેરના કવર સીલ પેક હતા, એટલે કે કવરના સીલ તૂટેલા ન હતા, પણ જયારે અંદરથી પેપર કાઢવામાં આવ્યા અને પરીક્ષાર્થીઓના હાથમાં આવ્યા ત્યારે આ પરીક્ષાર્થીના બ્લોકમાં ત્રણ પરીક્ષાર્થીઓના પેપરના સીલ તૂટેલા હતા અને અન્ય બ્લોકમાં આવા 17 પેપર સીલ તૂટેલા મળી આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments