Homeગુર્જર નગરીયુવકે સગી ફોઈની બે દિકરીઓ સાથે દુષ્કર્મ કર્યું, વિડીયો બનાવી તેના પિતાને...

યુવકે સગી ફોઈની બે દિકરીઓ સાથે દુષ્કર્મ કર્યું, વિડીયો બનાવી તેના પિતાને બતાવી જાણો શું માંગ કરી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં યુવકે સગી ફોઈની દિકરીઓ સાથે જ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં તેમની સાથેના વિડીયો બનાવી તેના પિતાને બતાવી 10 લાખની માંગણી કરી હતી. બંને બહેનોએ સિંગણપોરમાં મામાના દિકરા આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

સિંગણપોર વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરપ્રાંતિય યુવતી પરિવાર સાથે વર્ષ 2011 માં સુરત ખાતે રહેવા આવી હતી. એકાદ વર્ષ પછી તેના મામાનો દિકરો પણ સુરત રહેવા આવ્યો હતો. બાદમાં બંને સાથે રહેતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અને યુવતીએ મામાના દિકરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આ દરમિયાન આરોપીએ યુવતીની 27 વર્ષીય મોટી બહેન સાથે પણ શરીર સંબંધ બાંધ્યો હતો. વેલેન્ટાઈન ડેના આગળના દિવસે આરોપીએ યુવતીને મિત્રના ઘરે બોલાવી હતી. ત્યા તેની સાથે શરીર સંબંધ બાંધી વિડીયો અને ફોટો લીધા હતા. બાદમાં ફુલહાર પહેરીને પણ ફોટો પાડ્યા હતા. બાદમાં તેને આ અંગે કોઈને જાણ કરી તો બદનામ કરી નાખશે તેવી ધમકી આપી હતી. અને વોટ્સએપ મેસેજ કરી મળવા માટે બોલાવી હતી. તથા યુવતીઓના પિતાના મોબાઈલ નંબર પર બિભત્સ ફોટા મોકલી દસ લાખની માંગણી કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments