Homeગુર્જર નગરીબ્રહ્મ મુહૂર્તમાં ભૂલથી પણ ન કરવા આ કામ, નહી તો થશે ભારે...

બ્રહ્મ મુહૂર્તમાં ભૂલથી પણ ન કરવા આ કામ, નહી તો થશે ભારે નુકસાન

Team Chabuk-Vishesh Desk: બ્રહ્મ મુહૂર્ત ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો ન કરવા જોઈએ.

બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે – ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે ‘ઈશ્વરનો સમય’. સવારે 4 થી 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શુભ સમયે જે ભક્ત જાગે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વ્યક્તિએ પોતાનું મન સંપૂર્ણ શાંત રાખવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં કોઈ ખોટા વિચારો ન લાવશો. આ સાથે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની ખોટી વાણીનો ઉપયોગ ન કરો, નહીં તો તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગ્યા પછી તરત જ ભોજન ન કરવું જોઈએ. આ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું નથી, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું નથી. કારણ કે આમ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.

હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને દેવી-દેવતાઓના સ્મરણનો સમય કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સાથે જ, આ સમય દરમિયાન કોઈનું અપમાન ન કરો, નહીં તો તમને અશુભ પરિણામ મળી શકે છે.

Brahm muhurt

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments