Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયો હતો. આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત 8 સિટી બસોને લીલી ઝંડી આપી ઝાલાવાડવાસીઓ માટે લોકાર્પિત કરવામાં આવી હતી.

આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ટાગોરબાગ અને ધોળીધજા ખાતેના વિકાસકામોના આયોજન કરી એક સાથે જ ખાતમુહૂર્ત કરી કામ વહેલીતકે પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવશે. પ્રવાસન વિભાગમાંથી કે અન્ય વિભાગમાંથી પણ સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કંઈ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. આમ, આજે અંદાજીત રૂ.2.07 કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.26.40 કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડવાસીઓને નવી આંતરમાળખાકીય સુવિધાઓનો લાભ મળશે અને તેથી જીવનધોરણ પણ ઊંચું આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રૂા. 207.79 લાખનાં ખર્ચે નવનિર્મિત સ્નાનાગાર, લાયબ્રેરી, જીમ તથા અમૃત 2.0 હેઠળ નવનિર્મિત કવિશ્રી દલપતરામ બાગનું લોકાર્પણ તેમજ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતિયાપરા સુધી લોઅર લેવલ પુલ (બ્રિજ) અને અમૃત-2.0 યોજના અંતર્ગત 50 લાખ લીટરનો સમ્પ, રાઈઝીંગ મેઈન લાઈન, પંપ હાઉસ, મશીનરીની કામગીરી અને 10 લાખ લીટરની ઈએસઆર ટાંકી, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે કામગીરીનાં અંદાજે રૂા. 2640.84 લાખનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, આજના શુભ દિને સુરેન્દ્રનગરવાસીઓને વિશેષ વિકાસ કામોના લાભો મળવાના છે. નાગરિકોની સુખાકારી સુવિધામાં વધારો કરતા અનેક વિકાસ કામોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. ધોળીધજા ડેમ સરકારની મદદથી હંમેશા ભરાયેલો રહે અને ડેમની ફરતે સુંદર મજાનું લાઇટિંગ થાય, લોકો રાત્રે પણ ત્યાં બેસવા જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત