Homeગુર્જર નગરીશિક્ષણમંત્રીએ શિક્ષકોની બદલીના નવા નિયમો કર્યા જાહેર, જાણો નિયમ

શિક્ષણમંત્રીએ શિક્ષકોની બદલીના નવા નિયમો કર્યા જાહેર, જાણો નિયમ

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓએ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લા કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત કરેલી અરજીને કમિશનરની શાળાઓની કચેરીએ મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યા બાદ છેલ્લી ઓનલાઈન યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ફેર-બદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે.

કેમ્પમાં બદલી હુકમ થતાં જ જે-તે શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારીએ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને છૂટા કરી તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
નોંધનીય છે કે, આ જિલ્લા ફેર-બદલી અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ મેરિટ પદ્ધતિ મુજબ જે-તે શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/ વિધવા/ ત્યક્તા/ વિધુર માટે 8 પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે.

ઉપરાંત છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 અને 12માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિધાર્થીની સંખ્યાને ધ્યાને લઇ વધુમાં વધુ 10 પોઇન્ટ્સની જોગવાઈ કરવામાં આવી છે.

દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર-બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને પતિ/પત્ની રાજ્ય સેવા/પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસો/ બોર્ડ/ કોર્પોરેશન(નિગમ)/ અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે.

kuber dindor

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments