Homeગુર્જર નગરીઉનાની એચએમવી કોલેજ આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પિયન

ઉનાની એચએમવી કોલેજ આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પિયન

Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધાનું આયોજન ગડુ ખાતે આવેલી કર્મયોગી આર્ટ્સ અને કોમર્સ એન્ડ બી.આર.સી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 7 કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ઉનાની એચએમવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ચેમ્પિયન બની હતી.

ઉનાની એચએમવી કોલેજની ખો-ખોની ટીમમાં કેપ્ટન તરીકે વિક્રમ સોલંકી, તેમજ જયદિપ વાઘેલા, અનીલ બાંભણીયા, જયદિપ બાંભણીયા, વનરાજ બાંભણીયા, મિલન શિયાળ, કમલેશ વંશ, દિવ્યેશ મકવાણા, રાજેશ ચૌહાણે સારો દેખાવ કરીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. છેલ્લા ચાર વર્ષથી એચએમવી કોલેજ ઉના યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પિયન બને છે જે ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓએ મેળવેલ ઝળહળતી સફળતા માટે ગુપ્ત પ્રયાગ એજ્યુકેશન ટ્રસ્ટ, સ્થાનિક સંચાલન કમિટી તેમજ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય પી.એમ. ધાંધલા કોલેજ પરિવાર અને ટીમને માર્ગદર્શન આપનાર ભાવેશ પરમાર અભિનંદન પાઠવે છે.

HMV College Una

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments