Homeગુર્જર નગરીજો રસ્તા તૂટયા તો કોન્ટ્રાક્ટરોનું આવી બનશે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આ...

જો રસ્તા તૂટયા તો કોન્ટ્રાક્ટરોનું આવી બનશે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આ આદેશ

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રસ્તાઓની હાલત, જળાશયોની સ્થિતિ અને વરસાદને કારણે પાકને થયેલ નુકસાન મુદ્દે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ માર્ગ વ્યવસ્થા અંગે ભારે અણગમો વ્યક્ત કરતાં તાકીદભર્યું નિવેદન આપ્યું કે, જ્યાં જ્યાં રસ્તાઓ એક વર્ષમાં જ તૂટી ગયા છે, ત્યાં જવાબદાર સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે સૂચના આપી કે નવરાત્રિ બાદ રાજ્યભરમાં રસ્તાઓનું સમારકામ અભિયાન હાથ ધરવામાં આવશે. આગામી તહેવારો દરમિયાન લોકો સરળતાથી અવરજવર કરી શકે તેવા દિશામાં કાર્યવાહી શરૂ કરવાની સૂચના પણ સંબંધિત વિભાગોને આપવામાં આવી છે.

Bhupendra patel

આ બેઠક દરમિયાન જળાશયો અને પાણીના સંગ્રહની હાલત અંગે પણ સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા અને પાટણમાં દરવર્ષે પૂરથી થતા નુકસાનીના કાયમી ઉકેલ માટેની વ્યૂહરચનાની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી.

અતિવૃષ્ટિના કારણે પાકને થયેલી નુકસાની અંગે ચર્ચા કરીને મુખ્યમંત્રીએ આ મુદ્દે વળતર ઝડપથી ખેડૂતો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા કાર્યાન્વિત કરવા કડક સૂચનાઓ આપી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments