Homeગુર્જર નગરીજૂનાગઢમાં કૃષિ સહાયમાં છેતરપિંડીઃ ખેડૂતની ખોટી સહી કરીને સહાય ઓળવી લીધી

જૂનાગઢમાં કૃષિ સહાયમાં છેતરપિંડીઃ ખેડૂતની ખોટી સહી કરીને સહાય ઓળવી લીધી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. જો કે સરકારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરતાં ખેડૂતોને થોડી રાહત થઈ છે. પરંતુ આ રાહત મેળવવામાં કેટલાક લોકો ખોટો લાભ લઈને મૂળ હકદાર ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા હોય તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાત છે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સીમાસી ગામની. સીમાસી ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં સંયુક્ત ખાતેદાર ખેડૂતની સંમતિ ફોર્મમાં ખોટી સહી કરીને કૃષિ સહાય હડપ કરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ રમેશભાઈ પોપટભાઈ જાદવ તેમજ તેમના મોટાભાઈ સુરેશભાઈ પોપટભાઈ જાદવના નામની ખોટી સહી કરીને સીમાસી ગ્રામ પંચાયતમાં ખોટી સહમતી પત્રક આપી કૃષિ સહાયની અરજી કરવામાં આવી હતી. રમેશભાઈ જાદવ જ્યારે સીમાસી ગ્રામ પંચાયતમાં સહાયની અરજી કરવા માટે જાય છે ત્યારે તેમને જણાવવામાં આવે છે કે, તમારું ફોર્મ પેહલેથી જ ભરાઈ ગયું છે. VC દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ફોર્મ રવિ સંદીપભાઈ જાદવ નામના વ્યક્તિએ ભર્યું છે.

Farmer

ત્યારબાદ રમેશભાઈ જાદવએ ગંભીરતાને ધ્યાને લઇને સીમાસી ગામના સરપંચને મૌખિક જાણ કરી કે, અમારા નામની ખોટી સહી કરીને કૃષિ સહાય માટે ફોર્મ ભરેલ છે. તેમજ તેમણે કલેકટર તેમજ મામલતદાર અને તલાટીને લેખિત વાંધા અરજી કરતા જણાવ્યું કે, સહાય માટે અમે અરજી કરેલ નથી. રવિ સંદીપભાઈ જાદવે રજૂ કરેલ સંમતિ ફોર્મમાં અમોએ સહી કરેલ નથી. આ સંમતિ ફોર્મમાં તેઓએ અમારા નામની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજો ઊભો કરીને ફોર્મ ભર્યું છે. તેથી તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરાઈ છે.

તપાસનો વિષય એ છે કે આવી રીતે કોઈપણ જાતના વેરીફીકેશન વગર સહાયની અરજી કઈ રીતે સ્વીકારવામાં આવતી હશે? સંમતિ ફોર્મમાં જેતે વ્યક્તિએ જ સહી કરી છે કે કેમ તેમની ખરાય કરવાની જવાબદારી અધિકારીની નહિ હોઈ..? ફરજી ડોક્યુમેન્ટ ઊભો કરનાર સામે કેવા કાનૂની પગલાં લેવાશે એતો સમય જ નક્કી કરશે..

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments