Homeગુર્જર નગરીઆવું કોણે કીધું ? ‘‘કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય’’

આવું કોણે કીધું ? ‘‘કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય’’

આજનો દિવસ ભાજપ માટે હરખનો રહ્યો ચાબુક. કોંગ્રેસ માટે હતા એના એ જ દુ:ખના દાડા. હું એમ નથી કહેતો એમણે મહેનત નથી કરી. મહેનત કરી પણ આડી દિશામાં કરી. ન કરવાની જગ્યાએ કરી. બેરોજગારી મુદ્દો હતો, ખેડૂતોનો મુદ્દો હતો જે બાજુમાં રહી ગયા અને પક્ષપલ્ટો કરનારા ધારાસભ્યો પર જ વાત થતી. એકની એક ધ્રૂવપંક્તિ.

તું જો ચાબુક છેલ્લે સુધી કોંગ્રેસની ગણતરી એવી જ હતી કે ગુજરાતની જનતા પક્ષપલ્ટો કરનારા ઉમેદવારને પાઠ ભણાવશે. છેલ્લે સુધી ચાબુક. સોમાભાઈ પટેલનો વીડિયો પણ એ જ સાબિત કરતો હતો કે એમણે બાકીના મુદ્દાઓની જગ્યાએ પક્ષપલ્ટાના મુદ્દાને જ માથા પર ચડાવ્યો છે. કોંગ્રેસે ઉતારેલા કોઈ પણ નેતા ચાબુક લોકપ્રિયતાના ધારા ધોરણમાં ફિટ બેસતા જ નહોતા.

હવે ચાબુક કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ શું કહ્યું ત્યાંથી શરૂઆત કરીએ. એમણે કીધું, જાહેર જીવનમાં ચૂંટણીમાં હાર જીત થયા કરે છે. હા અમિતભાઈ તમારી વાત સાચી. હાર જીત એ એક જ સિક્કાની બે બાજુ છે પણ દરેક વખત હારવું એ થોડું જાહેર જીવનનો ભાગ છે. કંઈ વાંધો નહીં. બેટર લક નેક્સ્ટ ટાઈમ.

હાર્દિક પટેલે ટ્વીટ કરી કહ્યું, ‘હું જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ.’ વાહ હાર્દિક ભાઈ તમારી વફાદારીને સો સો સલામ. જોકે તમારી વાતથી મને તો કુંવરજીભાઈ બાવળિયા યાદ આવી ગયા. એક સમયે કુંવરજીભાઈ બાવળિયાએ એવું કહેલું કે ભાજપને મત આપતા પહેલાં મારી આંગળી કાપી નાખું. આજે જુઓ. તમારી સામે પુરાવો મૂકુ.

પરેશભાઈ ધાનાણીએ રાબેતા મુજબ ટ્વીટ કર્યું છે. ‘મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય’ એમણે ટ્વીટ થકી આખી કવિતા કહી છે. આ કવિતાને સાહિત્યકારો દ્વારા અચૂક અવગણવામાં આવે, કારણ કે તેમાં ઉર્મીઓનો અભાવ છે. પ્રકૃતિનું વર્ણન નથી. પ્રાસ નથી. ગઝલ જેવું કંઈક છે. તેનાથી સાબિત પણ નથી થતું કે આ કવિતા અછંદાસ તરીકે લેવાની છે કે ગઝલ તરીકે ? ચાલો જે થયું એ જૂની વાતો ભૂલી આગળ વધીએ.

હવે ભાજપ બાજુ જઈએ ચાબુક. મને આજ સવારથી લાગતું હતું કે કોંગ્રેસ એક બે તો ખેંચી જ જશે પણ બધી હારી ગઈ. ભાજપ તમામ સીટો અંકે કરી ગઈ. સી.આર.પાટીલે કહ્યું હતું કે, હું 182માંથી 182 લાવીશ. એ વાત એમણે પેટાચૂંટણી પૂરતી તો સાર્થક કરી બતાવી છે. છ માસિકમાં પાસ હવે વાર્ષિકમાં પણ પ્રથમ નંબર લઈ આવે છે કે નહીં એ જોવાનું છે. વિજયભાઈએ પણ જીત પર કહ્યું કે, આગામી પંચાયતી રાજની ચૂંટણી પણ અમે જીતીશું.

જીતનારાઓને અભિનંદન હારનારાઓ કરો મહામંથન.

હવે બિહાર બાજુ

આખરે ઘરના જોગીની ચોટલી હાથમાં આવી ગઈ ચાબુક.

‘કેમ શું થયું ગોવાબાપ?’

શું થયું એ પૂછમાં ? બેલેટ પેપર ખુલતા હતા ત્યારે તેજસ્વી આગળ હતો જેવા ઈવીએમ ખૂલ્યા NDA આગળ થઈ ગઈ. કોઈવાર NDA આગળ થાય કોઈ વાર RJD આગળ થાય. હુતુતુની રમત હતી. એમાં હવે હાલ પૂરતું એવું લાગે છે કે અપક્ષ ઉમેદવારનો કોઈ પણ પક્ષે ટેકો લેવો પડશે. જોકે વાત એવી છે કે આ વખતે નીતિશ કુમાર મુખ્યમંત્રી હશે કે નહીં? મુખ્યમંત્રીની ચાવી ભાજપના હાથમાં હશે એવું લાગી રહ્યું છે. એ તો હવે સચોટ પરિણામ આવે પછી ખબર પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments