Team chabuk-Gujarat Desk: સુરતના ખટોદરા વિસ્તારમાં 18 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આપઘાત પહેલા યુવકે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ ગયો હતો.
વોટ્સએપ પર મેસેજ કર્યો “સોરી મમ્મી” બાદમાં આપઘાત કર્યો
સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હાર્દિક ઝડફીયા નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આપઘાત પહેલા તેણે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો અને બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
મૃતકના ભાઈએ જણાવ્યું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો અને ઘરે જઈને જોયું તો ભાઈ લટકતો હતો. મેં નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કૂલ પણ છોડી દીધી હતી. 4 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો અને 18 વર્ષ પુરા થયા હતા. તેણે મમ્મી પાસે પૈસા માંગ્યા હતા. મમ્મીએ પૈસા નથી તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ તેણે મમ્મીને સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે તારી ઉંમર થઇ ગઇ છે કંઈક સહારો આપો બસ એટલું જ કહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
