Team Chabuk-Gujarat desk: અમદાવાદ અને કપડવંજમાં ગરબા રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બંને યુવકના મોત થયા છે. કપડવંજના સામાજિક કાર્યકર રીપલ ગીરીશભાઈ શાહના 17 વર્ષીય પુત્ર ધોરણ 12માં અભ્યાસ કરતા વીર રીપલ શાહને મોડી રાત્રે કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમતા રમતા નાકમાંથી લોહી નીકળતા કપડવંજની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી 108 દ્વારા કઠલાલ કેરવેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હાર્ટ એટેક આવવાથી તેનું મૃત્યુ થયું હતું તેવું તબીબોનું કહેવું છે.

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા રવિ પંચાલ નામના યુવકને પણ ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. રવિ હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબે રમતા ઢળી પડ્યો હતો. અને મોત થયું થયુ. 28 વર્ષના રવી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. એકનો એક દીકરો હાર્ટ અટેકના કારણે મોત થતાં માતાએ સહારો ગુમાવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
