વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બેનરો લાગ્યા
અર્બુદા ધામ ખાતે સદભાવના યજ્ઞ તેમજ મહાસંમેલન યોજાશે
Team Chabuk-Gujarat Desk: વિપુલ ચૌધરીના સમર્થનમાં મહિલાઓ રણચંડી બની છે. અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બેનરો લાગ્યા છે. અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરતાં અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધામ ખાતે સદભાવના યજ્ઞ તેમજ મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં 50 હજારથી વધુ લોકો ઉમટી પડે તેવું અનુમાન છે. જ્યાં સુધી અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવું દરેક ગામના અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વિસનગરના મગરોડા, ખરવડા, દઢિયાળ,ચિત્રોડા,બાસણા, ચિત્રોડીપુરા, ગુંજાળા, મેઘા અલિયાસણા, તરભ, ખંડોસણ, કાજી અલિયાસણા, પાલડી, કિયાદર, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર (ગો), રાવળાપુરા, રામપુરા (દ), રામપુરા (લા), ખદલપુર, બાકરપુર, રંગાકુઈ તેમજ રંડાલા ગામે અર્બુદા સેના દ્વારા ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે.
અર્બુદા સેના વિસનગર તાલુકા પ્રમુખના જણાવ્યા અનુસાર વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવામાં આવ્યાં છે. જેમાં જ્યાં સુધી અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ગુંજા ગામના આંજણા ચૌધરી સમાજના લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિપુલભાઈનો કોઈ ગુનો નથી. એમને ખોટા કેસમાં સંડોવાઈને ખોટી રીતે જેલમાં પૂર્યાં છે. એના માટે ગમે તે કરીને અમે છૂટા કરાવીશું. ત્યારે આમારા કોઈ પણ ભાજપનો આગેવાન કે નેતા આવે તો અમારા ચૌધરીનાં ગામોમાં પ્રવેશ કરવા દેવાનો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત