Homeગુર્જર નગરીગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં 3,020 નવી જગ્યાઓ ભરવામાં આવશે

ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં 3,020 નવી જગ્યાઓ ભરવામાં આવશે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હવે ભરતી મેળો શરૂ થયો છે. સૌ પહેલા માહિતી ખાતાની ભરતી આવી. જેની પત્રકારો તૈયારી કરી રહ્યા છે. એ પછી પીએસઆઈની ભરતી આવી. તેના ફોર્મ ભરાઈ રહ્યા છે અને હવે એક નવી ભરતી આવી રહી છે.

ગુજરાત રાજ્યની વિધાનસભામાં ગૃહનું બજેટ પસાર કર્યા પછી ચર્ચાનાં અંતે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યની પોલીસની કાર્યવાહી વિરૂદ્ધ આક્ષેપો કરી પોલીસનું મોરલ તોડવાના પ્રયાસોને ક્યારેય સાંખી નહિં લઈએ. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં શહેરો ગુંડાઓનાં નામે ઓળખાતા હતા. ભાજપના 25 વર્ષના શાસનમાં ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું નિર્માણ થયું છે.

આમ કહી તેમણે ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં 3,020 નવી જગ્યાઓ ભરવામાં આવશે તેવી માહિતી આપી હતી. પોલીસ કર્મચારીઓને 10 હજાર જેટલા બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ કરવામાં આવશે. જેથી પોલીસની કાર્યવાહીમાં અડચણ પેદા કરનારાઓને પણ પ્રમાણ સાથે રોકી શકાય.

ચર્ચા દરમ્યાન ગઈકાલે ગૃહમાં તડાફડી થઈ ગઈ હતી. ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ ડોક્ટરોની વધઘટ મુદ્દે બોલી રહ્યા હતા ત્યારે પિત્તો ગુમાવતા, ‘તમે અને તમારા બાપદાદાઓ…’ જેવો ઉલ્લેખ કર્યો હતો. જે પછી કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી આવી જઈ નીતિનભાઈ વિરૂદ્ધ નારેબાજી કરી હતી અને તેમને માફી માગવા જણાવ્યું હતું. આ ધાંધલ ધમાલ 20 મિનિટ સુધી ચાલી હતી અને બાદમાં મામલો થાળે પડ્યો હતો.

આ વિશે અમિત ચાવડાએ પણ જવાબ આપતા કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અમને બાપ-દાદાઓનું કહેતા હતા, પરંતુ અમને ગૌરવ છે કે અમારા બાપ દાદાઓનું કે જેઓ આઝાદીની લડાઈ લડ્યા અંગ્રેજો સામે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું. પણ ક્યારેય નમ્યા નહીં. તમારા બાપ-દાદાઓ કેવા ઝૂક્યા હતા. કેવી માફીઓ માગી હતી એના ઈતિહાસમાં પૂરાવાઓ છે. તમારા બાપ-દાદાઓ કોની સેવા કરે છે?

આ ધાંધલ ધમાલમાં ઋત્વિક મકવાણાએ કડક કોમેન્ટ પાસ કરી હતી. એમણે કહ્યું હતું કે, તમારા આદર્શ વીર સાવરકરે પણ અંગ્રેજોને માફીનામું લખી આપી માફી માગેલી એટલે માફી માગી લો તો સારું, આ વિશે સ્પીકરે ટકોર કરી હતી કે, સાવરકર વિશેનો ગૃહમાં પૂરાવો આપો નહીંતર માફી માગો. બાદમાં ઋત્વિક મકવાણાએ લેખિતમાં પૂરાવો રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments