Homeગુર્જર નગરીગુજરાતમાં હાર્ટ એટેકનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 7ના મોત

ગુજરાતમાં હાર્ટ એટેકનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 7ના મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેતપુરના ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મનુભાઇ મકવાણા નામનો યુવક રાત્રે સુઈ ગયા પછી જાગ્યો જ નહીં. યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યો. રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજી દરમિયાન શાકભાજીના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યાની ઘટના CCTVમાં કેદ થઈ. રાજકોટ જિલ્લાના પડધરીના શિક્ષકનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

સુરતના માંડવીમાં મુકેશ ગામિત નામના યુવકને ગરબા રમતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતા ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી 36 વર્ષીય વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

ગુજરાતમાં એક મહિનામાં હાર્ટ એટેકથી 25 લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેક વધતાં લોકોની ચિંતા વધી ગઈ છે.નાની વયે યુવકોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે.

HEART ATTACK

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments