Homeગુર્જર નગરીરાજકોટ: CIDને ટક્કર મારે તેવી સ્ટોરી, 8 દિવસની તરછોડાયેલી બાળકીના માતા પિતા...

રાજકોટ: CIDને ટક્કર મારે તેવી સ્ટોરી, 8 દિવસની તરછોડાયેલી બાળકીના માતા પિતા સુધી પોલીસ આવી રીતે પહોંચી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ પોલીસે 8 દિવસની તરછોડાયેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. થોડા દિવસ પહેલાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માસૂમ બાળકી મળી હતી. રાજકોટમાં બાળકી મળવાનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે આ બાળકી એ વ્યક્તિને મળી હતી જે નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં હોવા છતાં તેણે શ્વાનના ચૂંગાલમાંથી બાળકીને છોડાવી હતી અને તેના ઘરે લઈ ગયો હતો. રાતભર ઘરે રાખ્યા બાદ સવારે તે જાતે પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. 

આ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, બાળકના રડવાનો અવાજ તેમજ તેની આસપાસ કૂતરાઓનું ટોળું એકઠું થયેલું તેણે જોયું હતું. જો કે, કૂતરાઓ બાળક પર તરાપ મારે તે પહેલાં જ તેણે કૂતરાઓને ભગાડી દીધા હતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. રાત્રિના સમયે પોતે નશો કરેલો હોવાથી બાળક મળી આવવાવાની પોલીસને જાણ નહોતી કરી.પોલીસને જાણ થયા બાદ આ દીકરીને સારવાર માટે સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પોલીસ દોડતી થઈ ગઈ હતી

તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જય પટેલે ત્રણ જેટલી ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમ દ્વારા બાળકને હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ જવામાં આવ્યું હતું. જ્યારે બીજી ટીમે પાંચ દિવસમાં હોસ્પિટલમાં કેટલા બાળકો જન્મ્યા છે તેના ડેટા કાઢ્યા હતા. ઉપરાંત ત્રીજી ટીમે જે જગ્યાએથી બાળક મળી આવ્યું હતું. તેની આજુબાજુના સ્થળોએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.

ADV

તાલુકા પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા પર ફોન કરી એક એક બાળક અંગે માહિતી લેવામાં આવી હતી. અંદાજિત 450 જેટલા બાળકોનો ડેટા તાલુકા પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. એકત્રિત કરવામાં આવેલા ડેટા પૈકી એક નંબર પર કોલ કરવામાં આવતા. ફોન રીસિવ ન થતા તાલુકા પોલીસને બાળક નક્કી આ માતા પિતાનું જ હોવું જોઈએ તેવી શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે માતા પિતાનો સંપર્ક સાધ્યો અને તેમને તેના બાળક સુધી પહોચાડવામાં તેમજ તેમનું મિલન પણ કરાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments