Team Chabuk-Gujarat Desk: કોરોના જ્યારે પહેલાં કરતાં વધારે ગતિએ ફેલાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ગીતા રબારીના ડાયરાએ ધ્યાન ખેંચ્યું છે. આ ડાયરામાં ઉપસ્થિત લોકોએ કોરોનાની ગાઈડલાઈનની ઐસી કી તૈસી કરી નાખી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો નિયમ તો ગામના પાદરે મૂકીને આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાય હતી. જૂનાગઢના માણાવદર તાલુકાના ભલેચડા ગામે ગત્ત 30મી તારીખના રોજ યોજાયેલા ડાયરામાં પૈસાની સાથે કોવિડના નિયમોના લીરેલીરા ઉડતા દેખાયા હતા.
જૂનાગઢના માણાવદર તાલુકાના ભલેચડા ગામે 30 માર્ચના રોજ હનુમાન મંદિર અને ગૌશાળાના લાભાર્થે નામી કલાકારો જેવા કે લોક ગાયિકા ગીતબેન રબારી, દેવરાજ ગઢવી અને અર્જુન આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ડાયરાની શરૂઆત થતાંની સાથે જ જનતા હિલોળે ચડી હતી અને ગાઈડલાઈન કોરાણે મૂકાઈ ગઈ હતી. વીડિયો વાઈરલ થતાંની સાથે જ ઠેર ઠેરથી તેની વિરોધ કરતી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.
જોકે આમાં આમંત્રણ આપનારનો કોઈ વાંક નથી. પત્રિકાની અંદર એવું સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે માસ્ક પહેરવું. કોરોનાની માર્ગદર્શિકાની અમલાવારી કરવી. પણ પત્રિકાના તમામ નિયમો જનતા ઘોળીને પી ગઈ હોય તેમ માસ્ક નહોતા પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહોતું કર્યું. આ બધું પાછું ભાજપના સાંસદની હાજરીમાં થયું હતું.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં બીજા તમામ ધંધાઓની જેમ ડાયરાના કલાકારોની સ્થિતિ પણ ડામોડોળ થતી જોવા મળી રહી છે. કોરોનાના કારણે ભીડ એકત્રિત નથી થઈ શકતી, આ કારણે ડાયરાના કાર્યક્રમો પણ રદ્દ થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત