Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં જે બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા જોવા મળતા તેનું મોત થતાં સમગ્ર ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અત્યાર સુધી કોરોનાના કારણે કોઈ બાળકે જીવ ગુમાવ્યો હોય તેવા સમાચારો નહોતા પણ કાળમુખા કોરોનાએ એક બાળકનો જીવ હરી લેતા હવે ગુજરાતના માતા પિતાઓ પોતાના બાળકોની સાવચેતી માટે સાવધાનની મુદ્રામાં આવી ગયા છે.
સુરતની મજૂરા ફાયર સ્ટેશનની નજીક આવેલી સાચી હોસ્પિટલ ખાતે 13 વર્ષની વય ધરાવતા ધ્રુવ કોરાટ નામના કિશોરનું મોત થયું છે. એમ્બ્રોઈડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનો 13 વર્ષનો પુત્ર બે દિવસ પહેલા રવિવારે સ્વસ્થ જણાતો હતો. જોકે અચાનક રવિવારે બપોર બાદ તેને શ્વાસમાં તકલીફ ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.
અહીંયા ધ્રુવનો રિપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. જોકે તબિયત વધારે લથડતા તેને બાળકોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પાંચ કલાકની સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ધ્રુવના શરીરમાં પ્રોટીનનો વિકાસ ન થાય તેવી સમસ્યા હતી. અને આ માટે તેની સારવાર પણ કરવામાં આવી રહી હતી.
વાત માત્ર ધ્રુવ પૂરતી સિમિત નથી. સાચી હોસ્પિટલ ખાતે જ અન્ય એક દસ વર્ષના બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે જે કોરોના પોઝિટિવ છે. તેના તમામ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કહી શકાય કે કોરોનાની પહેલી લહેર વખતે કાળમૂખો કોરોના મોટાઓને ભરખી જતો હતો હવે તેની આંખો નાનો બાળકો પર પણ મંડાય છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને જરૂર હોય તો જ ઘરેથી બહાર નીકળવું.
ગુજરાતની ગઈકાલની જ જો વાત કરીએ, તો ગઈકાલે સૌથી વધારે રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાં 15 લોકોનાં મોત થયા છે. જિલ્લાવાર જણાવીએ તો અમદાવાદમાં સૌથી વધારે 773 કેસ નોંધાયા છે. સુરતમાં 603 કેસ નોંધાયા છે. રાજકોટમાં 283 જ્યારે વડોદરામાં 216 કેસ નોંધાયા છે. વારંવાર એવા આક્ષેપો થતાં રહે છે કે કોરોનાના સાચા આંકડા સામે નથી આવી રહ્યા. અને જો આ પણ સાચા આંકડા ન હોય તો સાચા આંકડાની ભયાનકતા કંપારી છૂટી જાય એવી હશે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત