Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાથી વણસતી સ્થિતિ પર ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને વેધક સવાલ પૂછ્યા હતા.સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે સરકારની ઝાટકણી પણ કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પણ રેમડેસિવિરનું મોનિટરિંગ કરવાની જરૂર હતી. રેમડેસિવિરના ઉત્પાદનનું સતત મોનિટરિંગ કર્યું હોત તો આ સ્થિતી ન હોત. રેમડેસિવિરની અછત દૂર કરવી એ સરકારનો મુદ્દો છે. શા માટે રેમડેસિવિર નર્સિગ હોમ, હોસ્પિટલો, મેડિકલ સ્ટોરમાં નથી મળતા ?
હાઇકોર્ટનો રાજ્ય સરાકરને સવાલ કર્યો કે, રેમડેસિવિર શા માટે હોસ્પિટલના દર્દીને જ અપાય છે ? હોમ ક્વોરન્ટાઇન રહેલા દર્દીને રેમડેસિવિરની મંજૂરી કેમ નથી? હાઈકોર્ટે કહ્યું કે, હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને પણ ટ્રીટમેન્ટ મળવી જોઇએ. તમામ વાતો અંગે સરકારને સૂચન કરવાની જરૂર નથી. સરકાર પોતાની રીતે પણ સ્થિતી જાણી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે શા માટે માત્ર એક જ સ્થળે રેમડેસિવિર મળે છે ?
હાઈકોર્ટે કહ્યું કે, બેડ, ઇન્જેક્શનની તમામ વ્યવસ્થા છે તો લોકોને સુવિધા કેમ નથી મળતી ? હાઈકોર્ટે ટાંક્યું કે, માત્ર મહાનગરોમાં જ આ સ્થિતિ નથી નાના શહેરો જેવા કે, મહેસાણા અને ભરૂચમાં પણ સ્થિતી ખરાબ છે.
બીજી તરફ રેમડેસિવિર મુદ્દે સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, ડોક્ટર પ્રોપર પ્રિસ્ક્રીપ્શન આપે તો SVPમાંથી ઈન્જેક્શન મળી જશે. સરકાર તરફથી એડકવોકેટ જનરલ ક્મલ ત્રિવેદીએ રજૂઆ તરી કે, 7 કંપનીઓમાં 1.75 લાખ ઇન્જેક્શન તૈયાર થઇ રહ્યાં છે જેમાં 20થી 25 હજાર ઇન્જેક્શન ગુજરાતને મળે છે. 7 કંપનીઓમાં ઝાયડ્સ સસ્તા ભાવે ઇન્જેક્શન આપે છે.
હાઈકોર્ટે શું કહ્યું ?
- સરકાર કહે છે કે મીડિયામાં આવે છે તેના કરતા સ્થિતિ ઘણી સારી છે?
- મીડિયામાં પણ કોઈ આધાર પર જ સમાચાર લખતા હશે
- તમે મીડિયાના રિપોર્ટોમાં તથ્ય ન હોવાનું ન કહી શકો
- ફેબ્રુઆરી સુધી સ્થિતિ સારી હતી
- સરકારે પણ માની લીધુ હતુ કે કોરોના જતો રહ્યો
- સરકારે હોસ્પિટલોમાં બેડ પણ ઘટાડી દીધા હતા
- અમારે બીજા રાજ્યોમાં શું થઈ રહ્યું છે તે નથી જાણવું
- અમને ગુજરાતની સ્થિતિ વિશે જ ચિંતા છે
- ગુજરાત સરકારની અમુક નીતિથી અમે ખુશ નથીઃ કોર્ટના જજ
ટેસ્ટિંગ મુદ્દે હાઇકોર્ટના સરકારને સવાલ
- સામાન્ય માણસોને ટેસ્ટિંગના રિપોર્ટ મળવામાં 2-3 દિવસ લાગે છે
- આજની તારીખમાં પણ RT-PCR રિપોર્ટ માટે 3-4 દિવસ લાગે છે
- કેટલાક લોકોને લાઇન જંપ કરીને વહેલો રિપોર્ટ મળી જતો હશે
- સામાન્ય માણસને કોરોના રિપોર્ટ મળવામાં વધુ સમય લાગે છે
- 5 દિવસ રિપોર્ટમાં વાર લાગે તો દર્દીની સ્થિતિ બગડી શકે છે
- રિપોર્ટમાં વાર લાગતા દર્દી અન્યને સંક્રમિત કરી શકે છે
હાઈકોર્ટનું સરકારને સૂચન
- ટેસ્ટ વધુ કરવામાં આવે અને ટેસ્ટનો રિપોર્ટ જલ્દી મળે
- વિશ્વમાં દરેક મહામારી 3 વર્ષ સુધી જોવા મળી છે
- અમારી પાસે માહિતી છે કે હોસ્પિટલ બેડ હોવા છતા દર્દીને દાખલ નથી કરાતી
- લગ્ન-અંતિમ વિધિ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો
- લગ્નમાં 100 લોકોની મંજૂરી પણ ઘટાડવી જોઇએ
- ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી શકાય
- કર્ફ્યૂ સવારે 6 વાગ્યા સુધી પણ દુકાનો સવારે 5 વાગ્યામાં ખુલે છે
- સવારે કેટલીક દુકાનો 5 વાગ્યામાં ખુલી જાય છે
- સવારે 5 વાગ્યામાં લોકો રસ્તા પર પણ જોવા મળે છે
- વોર્ડ વાઇઝ-સોસાયટીવાઇઝ એક જવાબદાર વ્યક્તિ નીમો
- ઓલ્ડ સિટીની અંદર માસ્ક-સો.ડિસ્ટન્સનું પાલન નથી થતું
- દિવાળી બાદ લોકો જાગૃત થયા હતા
- આજે લોકો ફરી બેદરકાર થયા છે
2 દિવસ બાદ 15 એપ્રિલે હાઇકોર્ટમાં ફરી આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત