Team Chabuk-Gujarat Desk: ભાવનગર વનવિભાગે અજગરની પજવણી કરનારા 2 યુવકની ધરપકડ કરી છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતાં કિશોર ધાપા અને સંજય વાઘેલા નામના બે યુવાનોને ઝડપી લઈ વન વિભાગે વધુ કાર્યવાહી શરૂ કરી છે. થોડા દિવસ પહેલાં અજગરની પજવણી કરતાં કેટલાક યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો ત્યારબાદ વન વિભાગ દોડતું થયું હતુ અને આરોપી સુધી પહોંચી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું.
વન વિભાગે વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ કરતા વીડિયોમાં ભાવનગરના 2 યુવાનોના નામ સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે ખરાઈ કરી બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વીડિયોમાં શુ હતું ?
વીડિયોમાં કેટલાક યુવાનો ખુલ્લા ખેતરમાં અજગર સાથે રમત કરી વિકૃત આનંદ માણી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું હતું. યુવાનો માહાકાય અજગર સાથે ક્યારેક બેસીને તો ક્યારેક તેની પાસે સુઈ જઈને ફોટા પડાવી રહ્યા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા વન્ય જીવ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને યુવકોને પકડવાની માગણી ઉઠી હતી.
વન્ય જીવો માટે કાર્ય કરી રહેલા યુવાનો પાસેથી વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા યુવાનો ભાવનગરના હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ ભાવનગર વનવિભાગે શહેરના સુભાષનગર વિસ્તારના કિશોર ધાપા અને સંજય વાઘેલા નામના 2 યુવાનોની અટકાયત કરી પૂછપરછ કરતા બંને યુવાનોએ 5 મહિના પહેલાં જિલ્લાના નાના ખોખરા ગામની વાડીમાંથી અજગર પકડ્યો હોવાનું કબૂલ્યું હતું.
યુવાનોએ એ પણ કબૂલ્યું હતું કે આ સમયે તેમણે વીડિયો બનાવ્યો હતો. વન વિભાગે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં પણ રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે પ્રથમ ભૂલ ગણી કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત