Homeગુર્જર નગરીગુલાબી ઈયળના ઉપદ્રવથી બચાવતી અને ટૂંકાગાળામાં તૈયાર થતી શંકર કપાસની નવી જાત...

ગુલાબી ઈયળના ઉપદ્રવથી બચાવતી અને ટૂંકાગાળામાં તૈયાર થતી શંકર કપાસની નવી જાત થઈ લોન્ચ

Team Chabuk-Gujarat Desk: કપાસની ખેતી કરતાં ખેડૂતો માટે એક સારા સમાચાર છે. શંકર કપાસની એક નવી જાત બજારમાં લોન્ચ કરવામાં આવી છે. શંકર કપાસની લોન્ચ થયેલી આ નવી જાત ખેડૂતો માટે અનેક રીતે ફાયદારૂપ નીવડશે તેવો કંપની દાવો કરી રહી છે. નુઝિવીડુ સીડ્સ લિમિટેડ કંપની દ્વારા શંકર કપાસની નવી જાત લોન્ચ કરવામાં આવી છે.

શંકર કપાસની આ નવી જાતનું નામ NCS 866 આશા-1 રાખવામાં આવ્યું છે. શંકર કપાસની આ નવી જાતનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. નુઝિવીડુ સીડ્સ લિમિટેડ કંપનીના અધ્યક્ષ અને વહીવટી નિયામક એમ. પ્રભાકર રાવે શંકર કપાસની આ નવી જાતનું લોન્ચિંગ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઓનલાઈન 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા હતા અને બિયારણ વિશેની માહિતી મેળવી હતી.

નુઝિવીડુ સીડ્સ લિમિટેડ કંપનીના અધ્યક્ષ અને વહીવટી નિયામક એમ. પ્રભાકરે શંકર કપાસની નવી જાત NCS 866 આશા-1નું ડિજિટલ લોન્ચિંગ કરીને ખેડૂતોને સંબોધતાં આ નવી જાતની વિશેષતા પર પ્રકાશ પાડ્યો હતો. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતું વાતાવરણ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ગુલાબી ઈયળનો ઉપદ્રવ, ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ અને અન્ય બીમારીના કારણે ખેડૂતો માટે કપાસની ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ થતી જાય છે. જેથી કપાસની ખેતીમાં ખર્ચ વધવાની સાથે ખેડૂતોને ઉત્પાદન અને આવક ઓછી થઈ રહી છે. ત્યારે નુઝિવીડુ સીડ્સ લિમિટેડ કંપની દ્વારા NCS 866 આશા-1 નામની નવી જાત તૈયાર કરવામાં આવી છે.

NCS 866 આશા-1ની વિશેષતા

કંપનીના અધ્યક્ષ અને વહીવટી નિયામક એમ. પ્રભાકર રાવના મતે NCS 866 આશા-1 વહેલી પાકતી શંકર જાત છે. આ જાત 140 થી 150 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. આ જાત વહેલી પાકતી હોવાથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે તેથી ખેડૂતોને વધુ ઉત્પાદન મળે છે. આ શંકર જાતનું થડ મજબૂત અને છોડ આકર્ષક છે. એક જીંડવામાં 6 થી 6.5 ગ્રામ કપાસ નીકળે છે. કપાસ વીણવામાં પણ સરળતા રહે છે. વીણવામાં પણ ઝડપથી ખાલી થઈ જાય છે જેથી ખેડૂતો અન્ય પાકનું સમયસર વાવેતર કરી શકે છે. ચુસીયા પ્રકારની જીવાતો સામે આ જાત સહનશીલ હોવાથી ઉપદ્રવ ઓછો રહે છે. પરિણામે ખેડૂતોને વધારે ઉત્પાદન મળતા નફો વધુ મળે છે.

એમ. પ્રભાકર રાવ સાહેબ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી કરવા અંગે પણ પ્રોત્સાહિત કર્યા હતા અને સમયસર રોગ-જીવાત નિયંત્રણ અને ખાતરની માત્રા અને વ્યવસ્થાપનની જાણકારી આપી હતી. નુઝિવીડુ સીડ્સ લિમિટેડ કંપની દ્વારા લોન્ચ કરાયેલી શંકર કપાસની નવી જાત NCS 866 આશા-1 અંગે ખેડૂતોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં કેટલા ખેડૂતો આ નવી જાતનું વાવેતર કરે છે તે જોવું રહ્યું.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments