Team Chabuk-Gujarat Desk: સામાન્ય રીતે દર વર્ષે ભારતમાં 1લી જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. સૌ પ્રથમ કેરળમાં વરસાદના આગમન સાથે દેશમાં ચોમાસુ બેસે છે. ત્યારે આ વર્ષે ચોમાસાના આગમનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે કેરળમાં 3 જૂને ચોમાસુ બેસવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. કેરળ બાદ દેશના ઉપરના રાજ્યમાં ચોમાસાનું આગમન થતું હોય છે. કેરળ બાદ ગોવા, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોમાસુ એન્ટ્રી કરશે.
કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે કેરળના કેટલાક વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસુ હજુ ભારતીય ક્ષેત્રમાં પહોંચ્યું નથી. કાંઠા વિસ્તારમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાનો છે. ભારતીય ચોમાસુ 3 જૂને કેરળના કાંઠે પહોંચશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
ચોમાસાની વિધિવત શરૂઆતના 3 દિવસ પહેલાં જ કેરળના અનેક તટીય વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગોવામાં પણ 7 જૂને ચોમાસુ પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારબાદ ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થશે.
જો કે દેશમાં નૈઋત્યના ચોમાસાના પ્રારંભને લઈને અનેક અવઢવ ચાલી રહી છે. હવામાન વિભાગે ગઈકાલે રવિવારે સવારે કહ્યું હતું કે, 31મી મેના રોજ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે. ત્યારબાદ સાંજે ફરી હવામાન વિભાગે કહ્યં કે હવે ચોમાસુ એક બે દિવસ મોડુ શરૂ થશે એટલે કે 3જી જૂનથી કેરળમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.
હવામાન વિભાગ 3જી જૂનથી ભારતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે તેવું જણાવી રહ્યું છે જ્યારે ખાનગી વેધર એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે, કેરળમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેરળમાં વરસાદ પણ પડી રહ્યો છે તેથી અહીંયા ધારણા કરતાં બે દિવસ વહેલાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. સ્કાયમેટના કહેવા પ્રમાણે કેરળમાં 30મી મેના રોજ ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
રાજ્યમાં ચોમાસાના પ્રારંભ પહેલાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ભેજના કારણે બફારો પણ વધતાં લોકો અકળાયા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે. ઉપરાંત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત