Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ પર ઘણા વર્ષોથી રાજ કરનારા સુપર સ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) આજે પોતાની કારકીર્દિના 52 વર્ષ પૂરા કરી લીધા છે. આ વાતની જાણકારી Big Bએ એક તસવીર શેર કરીને આપી છે. આ તસવીરમાં Big Bની 1969થી લઈને 2021 સુધીની યાદો છે. એક જ પોસ્ટરમાં તેમણે પોતાની તમામ યાદોને આવરી લીધી છે.
Big B એ શેર કરેલી તસવીરોમાં સાત હિન્દુસ્તાનીથી લઈને આગામી સમયમાં રિલીઝ થનારી મેડે સુધીના તમામ શાનદાર લૂક છે. Instagram પર Big B એ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, 52 વર્ષ… સાથે જ આ પોસ્ટર બનાવનારા વ્યક્તિનો આભાર પણ માન્યો છે.

Big Bની આ પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચુક્યા છે. લોકો અમિતાભ બચ્ચન પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે કે, હું તમારો મોટો ફેન છુ. તો કેટલાક લોકો હાર્ટની ઈમોજી મૂકીને Big B પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. ત્યારબાદ આનંદ ફિલ્મ માટે કેટલાય એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદથી અમિતાભ બચ્ચને બોલિવૂડને કેટલીય સુપર ડૂપર હિટ ફિલ્મો આપી. ફિલ્મ ઝંઝીર બાદ અમિતાભ બચ્ચને બોલિવૂડમાં એક અલગ જ છાપ છોડી હતી.
અમિતાભ બચ્ચન આગામી સમયમાં ઈમરાન હાશ્મી સાથે ચેહરે ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં થિયેટર્સમાં રિલીઝ થવાની હતી. જો કે, કોરોનાની બીજી લહેરના કારણે ફિલ્મને પાછી ઠેલવવામાં આવી છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ મિસ્ટ્રી-થ્રિલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રોડ્યૂસરે નક્કી કર્યું છે કે તેઓ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર નહીં પરંતુ થિયેટર્સમાં જ રિલીઝ કરશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી સાથે રિયા ચક્રવર્તી, અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસૂઝા સહિત કેટલાય કલાકારોએ અભિનય કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત