Homeગુર્જર નગરીગાંધીનગરની અનેક સરકારી કચેરીઓ જ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી કરતી

ગાંધીનગરની અનેક સરકારી કચેરીઓ જ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી કરતી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો ખુદ રાજ્ય સરકાર જ ન પાળતી હોવાનું સામે આવ્યું છે. ફાયર સેફ્ટીની અમલવારીના વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલા સોગંધનામામાં મોટો ખુલાસો થયો છે. ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના ધોરણો લાગુ કરવામાં રાજ્ય સરકાર સૌથી મોટી ડિફોલ્ટર હોવાની વિગતો સામે આવી છે.

ગાંધીનગરમાં આવેલી સરકારી વિભાગોની કચેરીઓમાંથી 40 ટકાથી વધુ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું NOC ન હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસરે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં આ અંગેનો ખુલાસો થયો છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC ન હોવાનું સામે આવ્યું છે.

આ સરકારી બિલ્ડિંગમાં નથી NOC

જુના સચિવાલય બ્લોક 1-18, એસટીસી સ્ટાફ તાલીમ કોલેજ, બિરસા મુંડા ભવન, નિર્માણ ભવન, વસ્તી ગણતરી ભવન, ગુજરાત જળ કાર્ય વિભાગ, નવું સચિવાલય બ્લોક 1-7, નવું સચિવાલય બ્લોક 8-14, પાટનગર યોજના ભવન, સર્કિટ હાઉસ, વિશ્રામ ગૃહ, દાંડી કુટીર, જીપીએસસી ભવન, પોલીસ ભવન, કૃષિ ભવન, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં ફાયર NOC નથી.

22 સરકારી ઇમારતો કે જેમાં માન્ય ફાયર NOC છે તેમાં એસેમ્બલી બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલ વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી વિગતો પ્રમાણે વડોદરામાં કુલ 646 હોસ્પિટલોમાં ફાયર સેફટીનું NOC નથી, જેમાંથી 137 જેટલી હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ છે. આ તમામને નોટિસ અપાઈ હોવાનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે.

જૂનાગઢમાં 27 કોવિડ હોસ્પિટલમાંથી 12 પાસે ફાયરસેફ્ટીની NOC નથી. અન્ય 56 હોસ્પિટલમાંથી 19 પાસે ફાયરસેફ્ટીની NOC નથી. રાજકોટમાં 88 કોવિડ હોસ્પિટલમાંથી 29 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું NOC નથી. અન્ય 269 હોસ્પિટલમાંથી 241 પાસે ફાયર સેફટીનું NOC નથી. જામનગરમાં 19 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની NOC  છે. જોકે અન્ય 110 હોસ્પિટલમાંથી 13 હોસ્પિટલ પાસે ફાયર સેફટી NOC નથી.

ચીફ ફાયર ઓફિસર -ગાંધીનગર મહેશ મોઢએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં થયેલ પીઆઇયેલના પગલે ફાયર NOC અંગે સમગ્ર વિગતો આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં ફાયર NOC અંગે વિભાગને નોટિસો આપવામાં આવી છે. આર એન્ડ બી વિભાગના સચિવ તાત્કાલિક બેઠક બોલાવી તમામ વિભાગોને ફાયર સિસ્ટમ અપગ્રેડ કરી NOC મેળવવા સૂચના આપવામાં આવી છે.

નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ સરકારી ઇમારતોમાં ફાયર સિસ્ટમ અમલી બનાવવા સૂચના આપવામાં આવી છે. મોટાભાગની કચેરીઓ દ્વારા ફાયર સિસ્ટમ અપગ્રેડ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. થોડા સમયમાં તમામ કચેરીઓમાં ફાયર સિસ્ટમ અપગ્રેડ કરી NOC માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments