Team Chabuk-Gujarat Desk: સોશિયલ મિડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે અને કોમેન્ટ લાઈકની ઉઘરાણી કરવા માટે લોકો ગમે તેવા ગતકડાં કરવા તૈયાર થઈ જતા હોય છે. મધરાતે કેક કાપવાના અને ગાડીમાં સ્ટન્ટ કરવાના કિસ્સાઓ તો અગાઉ પણ છાપે ચડી ગયા છે ચેનલોમાં પ્રકાશિત થઈ ગયા છે પણ હવે હાથમાં એરગન લઈ સ્ટાઈલ મારવાનો કિન્નર નિક્કીનો વીડિયો સુરત શહેરમાં વાઈરલ થયો છે. કિન્નર નિક્કીના ફોલોઅર્સની પણ મોટી સંખ્યા છે. આ વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.
હાથમાં એરગન લઈને કિન્નર નિક્કી વોકિંગ કરતા વિવાદના વમળમાં ઈન્સ્ટાગ્રામનો વીડિયો આવી ગયો છે. 51.6 હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતી કિન્નર નિક્કી માટે વિવાદનો મધપૂડો છેડવો એ પ્રથમ વખત નથી. અગાઉ પણ સુરતની કચરા ગાડી સાથે વીડિયો બનાવવાના કારણે તે ચર્ચામાં આવી ચૂકી છે.
સુરતની કિન્નર નિક્કીનો હાથમાં એરગન સાથે વીડિયો વાઈરલ થતાં વિવાદ pic.twitter.com/7Uot8C5v71
— thechabuk (@thechabuk) June 1, 2021
આ કિન્નરનું નામ નિકીતા પટેલ છે પણ તેને નિક્કીના નામે વધારે ઓળખવામાં આવે છે. હથિયાર લઈ જાહેરમાં ફરવું એ સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ છે અને આ કારણે જ આ વીડિયો વિવાદમાં સપડાય ગયો છે. અગાઉ જ્યારે કચરા ગાડીની સાથે વીડિયો બનાવ્યો હતો ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. જોકે નિકીતા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી.
હવે જ્યારે નિકીતાનો એરગન સાથેનો વીડિયો વાઈરલ થયો છે ત્યારે આ વખત પ્રશાસન કોઈ કાર્યવાહી કરશે કે કચરા ગાડીમાં જે થયું હતું એવું જ થશે તે જોવાનું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત