Homeગુર્જર નગરીજૂનાગઢ: ધર્મેશ પરમારની હત્યામાં ભાજપના કોર્પોરેટર સહિત 19નો ફરિયાદમાં શકદાર તરીકે ઉલ્લેખ

જૂનાગઢ: ધર્મેશ પરમારની હત્યામાં ભાજપના કોર્પોરેટર સહિત 19નો ફરિયાદમાં શકદાર તરીકે ઉલ્લેખ

Team Chabuk-Gujarat-Desk: ઘણાં વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકેની ભૂમિકા નિભાવનારા પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની (Dharmesh Parmar) સરાજાહેર અને ધોળા દિવસે નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા થયાના ગણતરીની કલાકોમાં પોલીસે રાજકોટ પાસેથી આરોપીઓને ત્રણ કિલોમીટર સુધી પાછળ દોડીને પકડી પાડ્યા હતા. હવે આ કેસમાં અગાઉ પરિવારે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાન્સિલર, ઉપ પ્રમુખ સહિત 19 જેટલા લોકો સામે આક્ષેપ કર્યા છે અને તેમની સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

હવે આ સમગ્ર વારદાતમાં હત્યા નીપજ્યાનાં બે દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં ચાર અજાણ્યા ઈસમો સહિત કુલ 19 જેટલા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના બે કોર્પોરેટર, ભાજપના ઉપાધ્યક્ષ અને ભાજપના અનુસૂચિત જાતિના પ્રમુખનો શકદાર તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. શકદારોનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યા બાદ જ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

આરોપીઓ કેવી રીતે પકડાયા ?

આરોપીઓ રાજકોટ આવ્યા હતા ને ગોંડલ રોડ પર આવેલા પરીન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયા હોય ત્યાંથી રાજસ્થાન કલટી મારી જવા માટે વાહનની શોધખોળ કરી રહ્યા હતા. આ અંગેની બાતમી ઉચ્ચ અધિકારીઓને મળતા તેમણે તાલુકાની બે ટીમો મોકલી હતી. જોકે આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા હતા ત્યારે પોલીસે ત્રણ કિલોમીટર જેટલો લાંબો રૂટ દોડીને પાર કરી તેમને પકડી પાડ્યા હતા. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજ વાળા હતા. બાદમાં ત્રણે આરોપીઓની ધરપકડ કરી જૂનાગઢ એસઓજીને સોંપી દેવામાં આવ્યા.

બિલખા રોડ પર થઈ હતી હત્યા

લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમાર જ્યારે સ્કૂટર લઈ બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ધર્મેશ પરમારનું મોત થયું હતું. ધર્મેશભાઈ પરમારની હત્યાના સમાચાર શહેર આખામાં પ્રસરી જતા ખળભળાટ મચી ગયો હતો. જે પછી પોલીસે નજીકના સીસીટીવી ચેક કરી આરોપીઓને પકડવા માટે પ્રાથમિક કવાયત હાથ ધરી હતી. 

રાવણ પરમારની પોલીસ ફરિયાદના આધારે તહોમતદાર નામ…

  • અશોક પરમાર
  • ગીતાબેન ચાઉ
  • વિકિ ઉર્ફે સાગર સોલંકી
  • કમલેશ ઉર્ફે મચ્છર
  • સુરેશ સોલંકી
  • ચાર અજાણ્યા ઈસમોને તહોમતદાર બનાવ્યા છે.

શકદારો

  • ભાજપ શહેર ઉપાધ્યક્ષ અશોક ભટ્ટ
  • સંજય ઉર્ફે હબાડીયો
  • બ્રીજેશા સંજય સોલંકી
  • સાહિલ મોહન સોલંકી
  • અશોક કાળ ચાઉ
  • જીવા રાજશ્રી સોલંકી
  • હરેશ જીવા સોલંકી
  • કાળુ સાજણ રાણવા
  • વજુ મેવાડા
  • શૈલેષ ઉર્ફે મુસા કોળીના

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments