Team Chabuk-International Desk: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કોરોનાને લઈ ચીન પર આંગળી ચીંધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે, હવે સૌ ત્યાં સુધી કે અમારા દુશ્મન પણ કહેવા લાગ્યા છે કે વુહાન લેબમાંથી નીકળેલા ચાઈનીઝ વાઈરસને લઈને હું સાચો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઈરસ મહામારીની શરૂઆતથી જ તેને ચાઈનીઝ વાઈરસ કહી રહ્યા હતા. તેમણે ચૂંટણી પ્રચારથી લઈને એક એક જગ્યાએ પોતાના ભાષણમાં ચાઈનીઝ વાઈરસ શબ્દનો પ્રયોગ કરી ચીન પર આક્રમણ કર્યું હતું. હવે ટ્રમ્પનું કહેવું છે કે, દુશ્મન સહિત તમામ લોકો કહી રહ્યા છે કે એ ચીનની વુહાન લેબમાંથી નીકળ્યો હતો.
ટ્રમ્પ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે, ચીનને અમેરિકા અને દુનિયાને 10 ટ્રિલિયન ડૉલરનું ભુગતાન કરવું પડશે. ચીનના કારણે દુનિયાભરમાં થયેલી મોત અને વિનાશને લઈને આ રકમ ભરવી પડશે. ફેસબુક ટ્વીટર જેવી સોશિયલ મિડિયા કંપનીઓ તરફથી પ્રતિબંધનો સામનો કરી રહેલા ટ્ર્મ્પે આ નિવેદન જાહેર કર્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઈ તરફથી પણ આ અંગેનું ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રમ્પનું દુશ્મનનું માનવું અને ચીનનું દસ ટ્રિલિયન ડોલરનું ભૂગતાન કરવાની વાત છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જો બાઈડેને પોતાની ગુપ્ત એજન્સીઓને ચીનની વુહાન લેબમાંથી વાઈરસ બહાર આવ્યો કે નહીં તે જાણી નેવું દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું છે. એટલું જ નહીં કેટલાક વૈજ્ઞાનિકો એવો ઈશારો પણ કરી રહ્યા છે કે, વાઈરસ લેબમાંથી આવ્યો છે. બાઈડેન પ્રશાસનને આમાં બીજા કોઈનો નહીં પણ જ્યાં કોરોનાએ કચ્ચરઘાણ બોલાવી દીધો એવા બ્રિટનનો પણ તેને સાથ મળી રહ્યો છે.
અગાઉ એક રિપોર્ટ સબમિટ કરી ચૂકેલ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું બંને દેશો જોરથી નાક દબાવી રહ્યા છે. આમ કરવા પાછળનું કારણ પણ એ છે કે ચીનના વુહાન શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો અને અહીં જ તે વિવાદિત લેબ આવેલી છે.
સૌથી પહેલા ટ્રમ્પે આ દાવો કર્યો હતો. ભરી સભામાં ટ્રમ્પ આ વાઈરસને વાઈરસની જગ્યાએ ચાઈનીઝ વાઈરસ કહી સંબોધતા હતા. આ સમયે ટ્રમ્પની ટીકા પણ થઈ હતી કે વાઈરસ તો દુનિયાભર માટે આફત હોય છે તેને એક દેશ પૂરતો સિમિત ન કરી શકાય., પણ હવે ટ્રમ્પ બાદ બાઈડેને પણ શંકા વ્યક્ત કરતા અને બ્રિટને પણ ખભેખભો મિલાવતા ટ્રમ્પના નિવેદનનો વિરોધ કરનારાઓ ક્યાંય દેખાય નથી રહ્યા. ટ્રમ્પે કહ્યું હતું કે, તેને પૂરો ભરોસો છે કે વાઈરસને લેબમાં જ બનાવવામાં આવ્યો હતો. હવે બાઈડેન પણ એ જ દિશામાં પગલું માંડી રહ્યા છે. હવે જગતભરના લોકોની નજર અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ અને તેમના હાથમાં શું લાગે છે તેના પર રહેલી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત