Homeગુર્જર નગરીગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. નૈઋત્યનું ચોમાસું ગુજરાત આવી પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. નૈઋત્યનું ચોમાસુ વલસાડ પહોંચ્યું છે. સામાન્ય દિવસ કરતાં 6 દિવસ વહેલું ચોમાસુ ગુજરાત પહોંચ્યું છે.

વલસાડમાં ચોમાસુ પહોંચતા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલ મોડી રાતથી વાતાવરણ બદલાયું છે. જેના કારણે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ રાતથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કાણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. દાદરા નગરહવેલીના ખારવેલમાં 129.6 એમએમ અને સેલવાસમાં 57 એમએમ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે. પ્રી-મોન્સૂન એક્ટિવ થતાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે 9 જૂનથી 12 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 જૂનના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાં વરસાદની ધુંઆધાર બેટિંગ

મહારાષ્ટ્રના મુંબઈમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં 10 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે 1 દિવસ વહેલા ચોમાસુ મુંબઈ પહોંચી ગયું છે. મુંબઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. વરસાદ મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે સાયન રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. સુરક્ષાને ધ્યાને લઈને કુર્લા અને સીએસએમટી વચ્ચે મુંબઈ લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પાણી ઓછું થયા બાદ ફરીથી રેલવે સેવા ચાલુ કરવામાં આવશે.

અન્ય રાજ્યમાં પણ પ્રી-મોન્સૂન વરસાદ

આ તરફ મધ્ય પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે અનેક રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 11 જૂન સુધીમાં ચોમાસુ મહારાષ્ટ્રના બાકીના બાગોમાં, તેલંગણા અને આંધ્ર પ્રદેશ પહોંચશે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડમાં 13 જૂને ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments