Team Chabuk-Sports Desk: સૌરવ ગાંગુલી ફરી સ્વસ્થ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા જાય છે તોપણ ટ્રોલર્સ પરેશાન કરી નાખે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હાલમાં જ દુબઈની રેસિંગ કાર પર હાથ અજમાવ્યો હતો. જેની તસવીર તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ગાંગુલીને લાગ્યું હતું કે ફેન્સ તેમની તસવીરને પસંદ કરશે. જોકે એવું થયું નહીં. યૂઝર્સે ગાંગુલીને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી.
યુઝર્સ કહી રહ્યા હતા કે, તમારે તમારી તબિયતનું થોડું ધ્યાન રાખવું જોઈએ. આ બધું છોડી દેવું જોઈએ. ભારે ટ્રોલ થયા બાદ ગાંગુલીએ હતાશ થઈ એ પોસ્ટ જ ડિલીટ કરી નાખી. જોકે ગાંગુલીએ હવે ફરી એક વખત એ તસવીરને શેર કરી છે. એ પણ ઈન્સ્ટાગ્રામ પર.

ગાંગુલીએ લખ્યું છે કે, ‘ખબર નહીં કેવી રીતે ડિલીટ થઈ ગઈ?’ જોકે બીજી વખત અપલોડ કર્યા બાદ યુઝર્સ તેમના વખાણ કરી રહ્યા છે. કેટલાક કમબેક કહે છે કેટલાક સેફ રહેવાનું કહે છે. સોશિયલ મીડિયાની દુનિયાને કોઈ દિવસ સમજી નહીં શકાય.
ગાંગુલી હાલ UAEમાં છે. IPL-14નાં બીજા પાર્ટને લઈને અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ગાંગુલીએ UAEમાં પોતાના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે રેસિંગ કાર પણ ચલાવી હતી. જેની તસવીર તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ પરથી શેર કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત