Homeગુર્જર નગરીસુરતમાં આમ આદમી પાર્ટીએ બિસ્માર રસ્તાઓનું ‘હેમાલીબેન બોઘાવાલા’ નામકરણ કર્યું

સુરતમાં આમ આદમી પાર્ટીએ બિસ્માર રસ્તાઓનું ‘હેમાલીબેન બોઘાવાલા’ નામકરણ કર્યું

Team Chabuk-Gujarat Desk: સુરતના રસ્તાઓની હાલત ભયજનક છે. એ વચ્ચે ચોમાસુ આવશે ત્યારે એ જ રસ્તાઓ અત્યંત બિસ્માર સ્થિતિમાં મૂકાઈ જશે. આ ખાડાખબડાવાળા રસ્તાઓનો કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવવાના કારણે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

વોર્ડ નંબર-4ના કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો બંજર રસ્તાથી પરેશાન છે. જેથી વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ધર્મેશભાઈ વાવલીયાએ સ્થાનિક લોકો સાથે મળી કાપોદ્રા વિસ્તારમાં શ્રીજી સોસાયટી રોડથી ઓળખાતા માર્ગને મેયર હેમાલી બોઘાવાલા નામ આપ્યું હતું.

કાપોદ્રા વિસ્તારના ખાડાઓ અને બિસ્માર રસ્તાઓ સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. લાંબા સમયથી આ ઉબડ ખાબડ રોડનો કોઈ ઉકેલ ન આવતા આખરે વોર્ડ-4નાં ધર્મેશભાઈએ જ તેને હેમાલી બોઘાવાલા માર્ગ નામ આપી દીધું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં બીજું કોઈ નહીં પણ સ્થાનિકો જોડાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમ અંગે એક નગરસેવક દ્વારા જણાવાવમાં આવ્યું હતું કે, ‘કાપોદ્રા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓના સ્થાનિકો બિસ્માર રોડ રસ્તાને લઈને અવાર નવાર રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. નીલકંઠ સોસાયટી, ચંચલનગર, કમલ પાર્ક, શ્રીજી સોસાયટી, મરઘાં કેન્દ્ર વિસ્તારનાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.’

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં કામ બિલકુલ સરળતાથી પતી જાય અને મેયરને તેનું શ્રેય પણ મળે એ હેતુથી બિસ્માર રસ્તાને મેયરનું નામ આપી દીધું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે શ્રીફળ વધેરીને મેયરને વધાવીશું. તો કોઈ મહિલા માતાજીને દિવા કરવાની વાત પણ કરતું હતું. સ્થાનિકો ઉકળાટ ઠાલવી રહ્યા હતા કે 25 વર્ષથી આ સ્થિતિ છે. ઉકેલ નથી આવી રહ્યો. સત્તાધારી ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી નથી લઈ રહી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments