Homeગુર્જર નગરીગાંધીનગરમાં આવતી જતી મહિલાઓ સામે પેન્ટ અને શર્ટ કાઢતા રોમિયોને ખબર ન...

ગાંધીનગરમાં આવતી જતી મહિલાઓ સામે પેન્ટ અને શર્ટ કાઢતા રોમિયોને ખબર ન રહી કે આ વખતે સામે મહિલા કોન્સ્ટેબલ છે

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરમાં એક રોમિયોની ક્રિડાએ પોલીસને અવાક કરી દીધી હતી. આ રોમિયો એવી અશ્લીલ હરકત કરતો હતો કે જોનાર મહિલાઓ શરમથી લાલઘુમ થઈ જતી હતી. અવાર નવાર તેની હરકતોથી લોકો પણ પરેશાન થયા હતા. કાંડ કર્યા પછી આ રોમિયો ગણતરીની સેકન્ડમાં જ રફુચક્કર થઈ જતો હતો. આખરે તેની બોચી પોલીસના હાથમાં આવી ગઈ છે. ઉપરથી તેની આખી રોમિયોગીરી પર મહિલા પોલીસે જ પાણી ફેરવી દીધું છે.

ઘટના કંઈક એવી છે કે ગાંધીનગરના સેક્ટર-7 અને સેક્ટર-9ના વિસ્તારમાં નાગરિકોએ પોલીસ આગળ આ રોમિયોની ફરિયાદ કરી હતી. આ રોમિયો પોતાનો ઠસ્સો બતાવવા માટે વ્હાઈટ કલરની એક નંબર પ્લેટ વગરની કારમાં આવતો હતો અને પસાર થતી મહિલાઓની પજવણી કરતો હતો.  પજવણીમાં શું ? આ નબીરો પોતાનું શર્ટ કે પેન્ટ કાઢી નાખતો હતો. જેથી પોલીસ પણ જાહેરમાં નિર્વસ્ત્ર થઈ સામેના લોકોને શમરજનક સ્થિતિમાં મૂકતા રોમિયોને પકડવાના કામે લાગી ગઈ હતી.

આખરે પોલીસને રોમિયોએ દેખા દીધી હોવાની જાણકારી મળી હતી. પોલીસને રોમિયો કાંડ કરવા માટે સેક્ટર-8માંથી સેક્ટર-9 તરફ જતો જોવા મળ્યાની બાતમી મળી હતી. પોલીસ તેનો પીછો કરી રહી હતી. આ વાતની રોમિયોને ખબર નહોતી.  તે તો પોતાની મસ્તીમાં લીન હતો. સેક્ટર-9ની એકાંતવાળી જગ્યા જ્યાં ચહલ પહલ ઓછી હતી ત્યાં રોમિયોએ પોતાનું કૌશલ્ય બતાવવા ગાડી ઊભી રાખી. પોલીસ પણ તૈયાર હતી. તેણે મહિલા પોલીસને મોકલી.

વાંદરો ગુલાટ મારવાનું ન ભૂલે એમ રોમિયો ફટ કરતો ગાડીમાંથી બહાર આવ્યો અને સામે કોણ છે એ જોયા વિના અશ્લીલ હરકતો કરવા લાગ્યો. ટીશર્ટ કાઢ્યું-પેન્ટ કાઢ્યું પણ સામે કોણ છે તેની તેને ખબર નહોતી. મહિલા કોન્સ્ટેબલે તેને પકડી પાડતા રોમિયોની આંખના ડોળા ફાટી ગયા હતા અને તેની રમત પર પૂર્ણવિરામ લાગી ગયું હતું.

પોલીસને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપીનું નામ બ્રિજેશ સોલંકી છે. ગાંધીનગરના સેક્ટર-7માં રહે છે. અગાઉ તેના પર હત્યાનો ગુનો નોંધાયાનો પણ આરોપ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments